Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈતિહાસના વિદ્યાર્થીએ વારસાને જીવંત રાખવા અનોખું અભિયાન શરૃ કર્યું

હેરિટેજ પર નાટકો, હેરિટેજ વોક, હેરિટેજ ટુરિઝમ, હેરિટેજ ટી પાર્ટી જેવી વિવિધ એક્ટિવિટી કરીને અમદાવાદ ઉપરાંત ગુજરાતભરમાં લોકોને અવેર કરાય છે

આ પણા અતુલ્ય વારસાને સાચવવા દરેક યુવાનોએ પણ જાગૃત થવુ પડશે અને શહેરી તેમજ ગ્રામ્ય લોકોને મળીને આપણા હેરિટેજ વિશેની સાચી સમજ આપવી પડેશે તેવા વિચારોથી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઈતિહાસ અને પુરાતત્વમાં માસ્ટર ડિગ્રી કરેલા યંગસ્ટર્સ કપીલ ઠાકરે 'હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર' નામથી એક સંસ્થા સ્થાપી તેમાં યંગસ્ટર્સને સામેલ કર્યા છે અને ગુજરાતભરમાં વિવિધ એક્ટિવિટી કરી અત્યારે રોજે રોજ હેરિટેજને સાચવવા, સાફ સફાઈ કરવી ઉપરાંત ઓછા જાણીતા હેરિટેજનું સંશોધન કરી તેની સાચી ઓળખ દુનિયા સમક્ષ મુકવાનું કામ કરે છે.

ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઈતિહાસ અને પુરાતત્વમાં માસ્ટર ડિગ્રી બાદ મને લાગ્યું કે આપણી પાસે બહોળા પ્રમાણમાં અતુલ્ય વારસો છે પરંતુ ઘણાબધા વારસાની જાળવણી ભગવાન ભરોસે છે અને લોકોમાં ખાસ જાગૃતિનો પણ અભાવ છે જેથી મેં મારા મિત્રો સાથે મળીને આ અભિયાન શરુ કર્યુ હતું આજે અમે સફળ રીતે વારસા માટે કામ કરી રહ્યા છીએ. - કપીલ ઠાકર

આ એક્ટિવિટી દ્વારા લોકોને જાગૃત કરાય છે

શહેરી અને ગ્રામ્ય હેરિટેજ ટી પાર્ટી : ટી પાર્ટીનો ઉદેશ્ય પુરાતત્વ અને ઈતિહાસમાં રસ દાખવતા લોકોને ચા પીવા આમંત્રણ આપી હેરિટેજની સાચી સમજ આપવી અનેહેરિટેજ પર કામ કરતા લોકો સાથે નેટવર્કિંગ બનાવી એકબીજાને મદદથી ગુજરાતના હેરિટેજ માટે પ્રોત્સાહીત કરવા.

હેરિટેજ ટુરિઝમ ડેવલપ : અમદાવાદ ઉપરાંત અનેક  શહેરોમાં હેરિટેજ મોટા પ્રમાણમાં જોવા મળે છે તે ઉપરંત ગુજરાતના અનેક ગામોમાં સૌકાઓ જુની વાવો, મંદિરો તેમજ અનેક હિસ્ટોરીકલ વસ્તુઓ આવેલી છે તેનાથી લોકોને વાકેફ કરી હેરિટેજ ટુરિઝમ ડેવલપ કરવા પ્રયાસ કરવા અને હેરિટેજ વોક કરાવવી.

સ્થાપત્ય સફાઈ માટેનું અભિયાનઃ ગુજરાતમાં આવેલી અનેક વાવો અને જુના મંદિરો ખરાબ હાલતમાં છે તે અંગે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને અવરે કરી તેનું મહત્વ સમજાવી યંગસ્ટર્સ ગુ્રપ સાથે ગ્રામજનોને જોડી સ્થાપત્યની સફાઈ કરવી.

સેલ્ફી વૉકઃ અમદાવાદમાં અનેક સ્થાપત્યો સૌકાઓ જુના છે પરંતુ લોકો બહુ ઓછા સ્થાપત્યોને જાણે છે જેથી અમે હેરિટેજ વોકમાં ઓછા જાણીતા હેરિટેજ પર લોકોને લઈ જઈએ છીએ અને સેલ્ફી વોક કરાવીએ છીએ અને આગ્રહ રાખીએ છીએ કે તે સેલ્ફી લોકો વધુને વધુ સોશ્યલ મીડિયા પર મુકીને લોકોને તે જગ્યા વિશે જાગૃત કરે.

શેરી નાટકઃ અમદાવાદ ઉપરાંત ગુજરાતભરમાં શેરી નાટકો દ્વારા હેરિટેજની સમજ અને જાળવણી વિશે માહિતગાર કરીએ છીએ.

અવેરનેસ વર્કશોપ સેમિનારઃ વિવિધ કોલેજ અને સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને આપણા હેરિટેજની સાચી સમજ આપીએ છીએ જેથી આ વિદ્યાર્થીઓ મોટા થઈને આપણા હેરિટેજને જાળવવામાં પોતાનું યોગદાન આપે.

સંશોધનઃ અમારી ટીમ જુની વાવો, હવેલીઓ કે અન્ય કોઈ હેરિટેજ જોવા માળે તો તેનું ઓથેન્ટીક સંશોધન કરીને સાચી માહિતી અને આધાર લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરીએ છીએ.
 

Post Comments