Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક ચોપડી પાસ રણછોડભાઇ મારુ ૪૦ વર્ષથી ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય વાંચે છે, પોતાના ઘરમાં મેઘાણી મંદિર બ

- ઝવેરચંદ મેઘાણીએ પોતાના સાહિત્યમાં જે સ્થળોના ઉલ્લેખ કર્યો તે તમામ સ્થળોના ૩૦૦૦ જેટલા ફોટો સહિતની બ

- લંડનના પ્રવાસ પછી ૧૯૦૦ પાનાની બૂક પૂર્ણ થશે

સૌરાષ્ટ્રની ધરતી પર જન્મેલા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની ગઈકાલે ૧૨૧મી જન્મ જયંતિ ઉજવાઈ ગઈ જેમાં અનેક સાહિત્યકારોએ મેઘાણીના સર્જનની વાતો કરી હતી. આ બધા વચ્ચે મેઘાણી વિશે પીએચ.ડી. કરનાર સંશોધક કરતા પણ વધુ સાહિત્ય એકત્ર કરનાર ધોરણ ૧ પાસ એવા મજુર રણછોડભાઈ મારુ પર કોઈનું વિશેષ ધ્યાન જતું નથી ત્યારે આપણે અહીં મેઘાણીના ચાહક રણછોડભાઈ વિશે વાત કરીએ છીએ જેમણે પોતાના ઘરને 'મેઘાણી સમૃધ્ધિ ભવન'માં ફેરવી નાંખ્યું. ભાવનગર જિલ્લામાં આવેલા પાલીતાણા તાલુકામાં બાવન વર્ષ પહેલા જન્મેલા રણછોડભાઈ મારુને દાદા પાસેથી ૧૨ વર્ષની ઉંમરે મેઘાણીના સાહિત્યનું વાંચન કરવા મળ્યું હતું જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની રસધારા અને અન્ય સાહિત્ય હતું. તેમજ દાદાએ મેઘાણી વિશે કેટલીક વાતો તેઓને કરી હતી. ત્યારથી મેઘાણીના સાહિત્ય વાંચનમાં એટલો બધો રસ પડયો કે રણછોડભાઈએ મેઘાણીનું સંપૂર્ણ સાહિત્ય વાંચી નાખ્યું અને મેઘણી જ્યાં ગયા છે અથવા તો જે સ્થળે સાહિત્યામાં કવિની કલમ ગઈ હોય ત્યાં ત્યાં તેઓ સંશોધન માટે છેલ્લા ૧૬ વર્ષથી ફરી વળ્યા છે. મેઘાણીએ પોતાના સાહિત્યમાં વર્ણવેલી ખાંભી, ડુંગરા, નદી, જંગલ, પર્વતોને તેઓ  ખુંદી વળ્યા છે અને કલેક્શન માટે  સૌરાષ્ટ્રના ૪૫૦ ગામડાઓ ફરી તે સ્થળોની ૪૦૦૦ ફોટોગ્રાફી કરી છે. તેઓએ ૧૭ વર્ષ પહેલા ઘરમાં ઝવેરચંદ મેઘાણીનું મંદિર બનાવ્યું હતું અને તેમાં આરસની પ્રતિમા પણ મુકવામાં આવી છે,  મેઘાણીના સર્જનના સાહિત્યની ૭૫૦ બૂક્સની લાઈબ્રેરી પણ ઘરમાં બનાવી છે અને તેમાં ૪૦૦૦ ફોટો પણ સામેલ છે.

૨૦૧૨માં ઉપેન્દ્ર ત્રિવેદીએ મેઘાણીનો ગેટઅપ ધારણ કરવાનું કહેલું
૨૦૧૨ સુધી પેન્ટ શર્ટ પહેરતા અને મેઘાણીના સંશોધનમાં ઓતપ્રોત રણછોડભાઈને ૨૦૧૨માં ઉપેન્દ્ર ત્રિવેદીએ મેઘાણી જેવા વસ્ત્રો ધારણ કરવાની પ્રેરણા આપી હતી.  ત્યારથી તેઓ પાઘડીથી લઈ પગના પગરખા સુધીના વસ્ત્રો મેઘાણી જેવો ધારણ કરે છે.

ઝવેરચંદ મેઘાણીએ પોતાના સાહિત્યમાં જે સ્થળોના ઉલ્લેખ કર્યો તે તમામ સ્થળોના ૩૦૦૦ જેટલા ફોટો સહિતની બૂક્સ તૈયાર થશે
લંડનના પ્રવાસ પછી ૧૯૦૦ પાનાની બૂક પૂર્ણ થશે

સૌરાષ્ટ્રમાં મેઘાણી અથવા તેમની કલમ જ્યાં પણ ગઈ છે ત્યાં છેલ્લા ૧૬ વર્ષમાં હું જઈ આવ્યો છું અને તે સ્થળની ફોટોગ્રાફી તેમજ સંશોધન કર્યું છે.  સંશોધનમાંથી હું 'મેઘાણીના પગલે કાઠિયાવાડના કોતરમાં' બૂકસ તૈયર કરી રહ્યો છું જેના ૧૨૦૦ પાનાં અત્યાર સુધી લખાઈ ગયા છે પણ હજુ કેટલુંક કામ બાકી છે કેમ કે, મેઘાણીને કલકત્તાની એક કંપનીમાંથી તેઓને એકવાર લંડન જવાનું પણ થયેલું તે સ્થળે હું મેઘાણીના મધ્યમથી જવા માંગુ છું અને લંડનની મુલાકાત બાદ મારી ૧૯૦૦ પાનાની બૂક્સ પુરી કરી ગુજરાતને સૌથી મોટું મેઘાણીનું સાહિત્ય અર્પણ કરીશ.       રણછોડભાઈ મારુ

Post Comments