Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંગીતના શૉની દુનિયાના જાણીતા ચન્દ્રકાન્ત માસ્તરની ૯૦મી જન્મજ્યંતીની અનોખી ઉજવણી

વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતા માસ્તરકાકાએ ૨૦ વર્ષ સુધી ગીતો ગાયા
૬૬ વર્ષમાં ૪૦૦૦ બોલિવૂડ મ્યુઝિકના શૉ ગુજરાત સહિત વિદેશમાં કર્યા
અમદાવાદમાં પહેલીવાર સંગીતપ્રેમીઓ માટે ૧૯૪૯માં 'નેપથ્ય' સંસ્થાની સ્થાપના કરી
આજે નવું વર્ષે પણ 'હૈ અપના દિલ તો આવારા...' જેવો મિજાજ ધરાવનાર ચન્દ્રકાન્ત માસ્તરે અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં બોલિવૂડના ગોલ્ડન એરાને જીવંત રાખ્યો છે. તેમની ૯૦મી જન્મજ્યંતીની ઉજવણી કરવા 'બિનાકા ગીતમાલા' કાર્યક્રમ અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજ્યો હતો, જેમાં ૯૦ના સદાબહાર ગીતોને જાણીતા ગાયકો દ્વારા સ્ટેજ પર રજૂ કરાયા હતા. ચન્દ્રકાન્ત માસ્તર દ્વારા આયોજિત અને કેતન શાહ અને ઇંદુભાઇ(ચેસ)ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમને સંદીપ ક્રિશ્ચનના ઓર્કેસ્ટારે સૂરો પૂર્યા હતા. જ્યારે કાર્યક્રમનું સંચાલન જુનિયર અમીન સયાનીએ તેમના અનોખા અંદાજમાં કર્યું હતું. ૨૦ વર્ષ સુધી સુગમ સંગીતના ગીતો ગાનાર માસ્તરકાકા તેમના સમયમાં 'વોઇસ ઓફ મુકેશ' તરીકે જાણીતા હતા આ અંગે વાત કરતાં તેઓ કહે છે કે સંગીતમાં ૨૦ વર્ષ યોગદાન આપ્યા બાદ અમદાવાદની વિવિધ પોળોમાં મંડળો ચાલતા હતા ત્યારે લોકો અહીં ગીતો ગાવા મળતા પરંતુ મેં સૌપ્રથમ અમદાવાદમાં પહેલવહેલી મ્યુઝિક ક્લબ નેપથ્યની સ્થાપના કરીને સંગીતપ્રેમીઓને જોડયા. મેં સળંગ ૩૦ વર્ષ ડૉ.કમલેશ અવસ્થીના મ્યુઝિકલ શૉ કર્યા. ઉપરાંત મહમદ રફી, કિશોર કુમાર, મુકેશજી, આશા ભોંસલે, હેમલત્તા, જગતજીત સિંઘ, ઉદીત નારાયણ, અનુરાધા પોંડવાલ, પુર્ણિમા, શ્રેષા ઘોષાલ, અલકા યાજ્ઞિાક, કવિતા કૃષ્ણમૂર્તિ, કુમાર સાનુ, પંકજ મલીક જેવા અનેક કલાકારોના શૉ કર્યા છે. મેં જે શો કર્યા તેમાં ક્લાસિકલ સોન્ગ, ગરબા હરિફાઇ, ડાન્સ કોમ્પિટિશન, મ્યુઝિક ડિરેક્ટરના પ્રોગ્રામ કર્યા છે.
 

Post Comments