Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઝાદી મળ્યે ૭૦ વર્ષ થયાં પણ ભારતમાં સતત હેરિટેજ સ્થળોની અવગણના થઇ રહી છે

- આ કોન્ફરન્સમાં ભારતના ૧૫ રાજ્યના હેરિટેજ સ્થળો અંગે ચર્ચા હાથ ધરાશે

અમદાવાદ હવે દેશનું પ્રથમ હેરિટેજ સિટી બન્યું છે ત્યારે શહેરની અમદાવાદ યુનિવર્સિટીના સેન્ટર ફોર હેરિટેજ મેનેજમેન્ટ  દ્વારા જીઆઈસીટી બિલ્ડિંગમાં ૨૮ થી ૩૧ જુલાઈ દરમિયાન ઈન્ટરનેશનલ હેરિટેજ મેનેજમેન્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના શિક્ષણશાસ્ત્રીઓ, સંશોધકો, પ્રોફેશનલ્સ તેમજ વિદ્યાર્થીઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સમાં ભારતના ૧૫ રાજ્યના હેરિટેજ સ્થળો અંગે ચર્ચા હાથ ધરાશે. ૩ દિવસ સુધી યોજાનારા ટેકનિકલ સેશનમાં હેરિટેજ મેનેજમેન્ટ એજ્યુકેશન, મ્યુઝિયમ મેનેજમેન્ટના પડકારો, સુક્ષ્મ હેરિટેજ, પર્યાવપણ અને કલ્ચરલ મેનેજમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો અંગે રજૂઆત કરવામાં આવશે. કોપહેગનના ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્કલુઝિવ મ્યુઝીયમના એક્ઝિક્યુટીવ ડાઈરેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રોફેસર અમરેશ્વર ગલ્લા આ કોન્ફરન્સના મુખ્ય વક્તા છે. શુક્રવારે સાંજે સાડા પાંચે આ કોન્ફરન્સનું ઈનોગ્રેશન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે પ્રોફેસર ગલ્લાએ જણાવ્યું કે,'ભારતને આઝાદી મળ્યે ૭૦ વર્ષ થયા પણ ભારતમાં સતત હેરિટેજ સ્થળોની અવગણના કરવામાં આવી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ હેરિટેજની જાળવણી માટે વિવિધ સ્કીમો બનાવે છે પણ એમાંથી એક સીટી કેટલી સ્કીમોને યૂટીલાઈઝ કરીને હેરિટેજ મેનેજમેન્ટ કરે છે તે વધારે મહત્વનું છે. વળી ઈન્ડિયન ગવર્મેન્ટ ટૂરીઝમનો ખૂબ પ્રચાર કરી રહી છે ત્યારે ટૂરીઝમને હેરિટેજ તરફ કઈ રીતે વાળી શકાય તે તરફ ધ્યાન આપવું જોઈએ.'

અમદાવાદ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરે જણાવ્યું કે,'આ કોન્ફરન્સનો મૂળ હેતુ હેરિટેજ અંગેની નોલેજ સિસ્ટમ ઉભી કરવાનો છે. અત્યારના લોકોને ૫૦૦ વર્ષ જૂની હેરિટેજ ઈમારતો અંગે સમજાવવું હશે તો તેમની ભાષામાં સમજાવવું પડશે. ઈમારતો અને અન્ય હેરિટેજ જેમ કે મ્યુઝીક, ફૂડ, આર્ટ તરફ લોકોને કઈ રીતે વાળી શકાય તે અંગે કોન્ફરન્સમાં ચર્ચા કરાશે.'
 

Post Comments