Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત યુનિવર્સિટીના ૬ વિદ્યાર્થી અમદાવાદમાં ૬૭ શેરીનાટકો કરશે

પાણી બચાવો અને સ્વચ્છતા વિશેની જાગૃતિ લાવવા માટે

ગુજરાત યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી દ્વારા વર્ષ દરમિયાન સોશિયલ અવેરનેસ સંબંધી વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. સોશિયલ વર્કનાં વિદ્યાર્થીઓ દ્વારા આ વર્ષે કોર્પોરેશન સાથે મળીને પાણી બચાવો અને સ્વચ્છતા વિશેની અવેરનેશ ફેલાવવા માટે શેરી નાટકો કરે છે. શહેરનાં ૬ વોર્ડમાં સોશિયલ વર્કનાં ૬ વિદ્યાર્થી ૧૨ શેરી નાટક કરી પાણી અને સ્વચ્છતા વિશેની માહિતી આપે છે.

સોશિયલ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વોર્ડમાં નાટકો ભજવાઇ ચુક્યાં છે. આ નાટકોની સફળતા બાદ આગામી સમયમાં કોર્પોેરેશન અને સોશિયલ વર્ક ફેકલ્ટી શહેરમાં ૬૭ જેટલા શેરી નાટકોનો ટાર્ગેટ રાખે છે.

નાટકોમાં જોડાઇને સમસ્યાની ગંભીરતા વિશે જાણ્યું

શેરી નાટકમાં જોડાઇને જ્યારે અમે થોડુ ગ્રાઉન્ડ વર્ક કર્યું ત્યારે મને પાણી અને કચરાની સમસ્યા સમજાઇ હતી. તેના કારણે થતી મુશ્કેલીઓ મારી જાણકારી કરતા વધારે ગંભીર હતી. તેથી મને આ વિશે લોકોને જાગૃત કરવાનું કામ પસંદ આવ્યું છે. આગામી સમયમાં પણ હું આ કાર્ય સાથે જોડાયેલો રહીશ. - દેવાંગ, વિદ્યાર્થી

કોર્પોરેશન પણ પાણી અને સ્વચ્છતા માટે સારૃ કામ કરે છે

નાટકમાં જોડાયા પછી ખ્યાલ આવ્યો કે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે સારૃ કામ કરે છે. તેમને માત્ર લોકોનાં સપોર્ટની જરૃર છે. ઘણી સોસાયટીમાં પાણી બચાવવા માટે સારી કામગીરી થાય છે. પરંતુ કેટલીક જગ્યાએ હજૂ અવેરનેશની જરૃર છે. જે કદાચ અમે શેરી નાટકો કરીને લાવીશું. - સિદ્ધાર્થ, વિદ્યાર્થી

Post Comments