Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ સ્પર્ધામાં ૬ વિદ્યાર્થી ભારતનું પ્રતિનિધિત્વ કરશે

જેમ ક્રિકેટમાં વર્લ્ડ કપ પહેલા અનેક પ્રકારની મેચ રમવી પડે છે તેમ મેથેમેટિક્સનો પણ વર્લ્ડ કપ દર વર્ષે વિશ્વમાં યોજાતો હોય છે અને તેમાં  વિશ્વભરના વિદ્યાર્થીઓ ભાગ લે  છે એમાંથી ભારતમાંથી ૬ વિદ્યાર્થીને ભારત સરકાર મોકલતી હોય છે. આ સ્તરે પહોંચવા માટે શહેરમાં દર વર્ષે અમદાવાદ ગણિત મંડળ, પ્રોફેસર એ.આર.રાવ ફાઉન્ડેશન, માધવ મેથેમેટિક્સ કોમ્પિટિશન, રિઝનલ મેથેમેટિક્સ ઓલમ્પિયાડ અને પી.સી. વાડીયા સન્મય નિધિ ટ્રસ્ટ જેવી વિવિધ સંસ્થાઓ દ્વારા સેન્ટ ઝેવિયર્સ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ' ખાતે વિવિધ વર્કશોપનું આયોજન થતું હોય છે અને આ વર્ષે પણ ૨૪થી ૨૭ ડિસેમ્બર દરમિયન'પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ એનરીચમેન્ટ વર્કશોપ ઈન મેથેમેટિક્સ'નું આયોજન થયું હતું જેમાં ગુજરાતભરમાંથી ૧૦૦ વિદ્યાર્થીઓ પાર્ટીસિપેટ કર્યું છે. જ્યારે ૨૪થી ૨૭ ડિસેમ્બર દરમિયાન આજ કોલેજમાં દિનેશ સેવક શિબિરનું આયોજન થયું હતું, જેમાં ધોરણ ૯, ૧૦, ૧૧ના ૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે ત્રીજો એક વર્કશોપ પણ આજ કોલેજમાં 'ઈન્મો'- ઈન્ડિયન નેશનલ મેથેમેટિકલ ઓલમ્પિડ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ૨૪ થી ૩૦ ડિસેમ્બરે સુધી થયો છે જેમાં વિદ્યાર્થીઓને ઈન્ટરનેશનલ મેથ્સ ઓલમપિયાડ કક્ષાના પ્રશ્નો આપવામાં આવે છે અને કેવી રીતે સોલ્વ થાય તેનું ગણીતના તજજ્ઞાો દ્વારા સોલ્યુશન અને તાલીમ આપવામાં આવી રહી છે.  આ બધામાં ભાગ લીધા બાદ જે બાળકોને રસ હશે તે ઈન્મોની પરીક્ષા આપીને ભારત તરફથી ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલ્પિયાડમાં ભાગ લેશે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં પ્યોર સાયન્સ અને એમાં પણ ગણિત ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો રસ ઓછો છે અથવા જાગૃતતા નથી. પણ જે વિદ્યાર્થીઓએ ડેટા સાયન્સ કે ડાટા એનાલિસ્ટમાં રસ હોય તેવા વિદ્યાર્થીઓએ મેથેમેટિકસની આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ, અથવા આવા સેમિનારમાં હાજરી આપવી જોઈએ. સંજય પટેલ, પ્રેસિડેન્ટ, અમદાવાદ ગણિત મંડળ
જાન્યુઆરીમાં 'આઈએનએમઓ'માં આખા ગુજરાતમાંથી ૩૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે જ રીતે આખા ભારતમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને તેમાંથી ૩૫ વિદ્યાર્થીઓ સિલેકટ કરશે. સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મુંબઈ સઘન તાલીમ આપશે અને તેમાંથી ૬ વિદ્યાર્થીઓની ઈન્ટરનેશનલ સ્પર્ધામાં મોકલાશે. ડો.ઉદયન પ્રજાપતિ, સંયોજક, પ્રાદેશિક ગણિત સ્પર્ધા


 

Post Comments