Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગ્રાન્ટ એજ્યુકેશન ફેરમાં દેશની ૫૮ યુનિવર્સિટી જોડાશે

૨થી ૫ ફેબુ્રઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે 'ગ્રાન્ડ એજ્યુકેશન ફેર-૨૦૧૮'નું આયોજન થશે, જેમાં આર્ટ પરફોર્મન્સ અને કલ્ચરલ પ્રોગ્રામ પણ યોજાશે
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનું આયોજન ૨થી ૫ ફેબુ્રઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાવા જઈ રહ્યો છે, જેમાં રાજ્યની ૫૮ યુનિવર્સિટી, ૨૦ વિદેશી કન્સલ્ટન્ટ, ૧૦ બેન્કો, ૨૦ સ્ટાર્ટઅપ અને ૧૦૦ કોલેજ મળીને ટોટલ ૧૬૧ સ્ટોલ પર વિશ્વભરના એજ્યુકેશનની માહિતી વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી એક જ સ્થળે પહોંચાડવામાં આવશે. આ અંગે માહિતી આપતા ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડયા કહે છે કે ૨૦૧૭થી અમે વિદ્યાર્થીઓ અને એજ્યુકેશન સંસ્થાઓને એક કોમન પ્લેટફોર્મ પુરું પાડવાનું શરુ કર્યું છે જેથી કરી વિદ્યાર્થીઓએ કઈ યુનિવર્સિટીમાં જવું કે કેવા કોર્સમાં એડમિશન લેવો તે એક જ સ્થળે વાલી સાથે હાજર રહીને વિદ્યાર્થી નક્કી કરી શકે અને ગુજરાત ઉપરાંત વિદેશની યુનિવર્સિટીની ફી, એજ્યુકેશન મેથડ, ઈન્ફ્રાસ્ટ્રેક્ચર વગેરેની માહિતી લઈ શકે. આ ફેરમાં આ વખતે ખાસ કરીને આર્ટિસ્ટ દ્વારા બોડી પેન્ટીંગ, ક્લેમોડેલીંગ, કેન્વાસ પેન્ટીંગ, ગ્રાફીક, સ્કેચીંગ જેવી વિવિધ આર્ટ લાઈવ કરવામાં આવશે અને સાથે સાથે ક્લચરર પરફોર્મન્સ અને એકેડમીક સેશન પણ યોજાશે. એેકેડમીક સેશનમાં ૧૫ વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેશન, એજ્યુકેશનનો મહિમા અને વિવિધ તકો વિશે વાત કરશે.  તેઓ વધુમાં કહ્યું કે ગયા વર્ષનો વિદ્યાર્થીઓનો આવકાર જોતા અમને લાગે છે કે રોજના ૫૦૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ આ ફેરની વિઝિટ કરશે.
 

Post Comments