Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાર કોમ્યુનિટીના ૫૦૦ સૈનિકે બાજીરાવ પેશ્વાના ૨૦ હજાર સૈનિકોને ધૂળ ચટાડી હતી

શહેરના મિરઝાપુર વિસ્તારમાં આવેલા કોન્ફ્લિક્ટોરિયમમાં બે ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ફિલ્મમેકરની ડોક્યુમેન્ટરીને પ્લેટફોર્મ આપવામાં આવે છે. આ ડોક્યુમેન્ટરી સ્ક્રિનિંગમાં પ્રતિક પરમારની 'પ્રોજેક્ટ હાર્ટ લેન્ડ' અને સોમનાથ વાગમોરેની 'ધ બેટલ ઓફ ભીમા કોરગાઁવ' નામની બે ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

સોમનાથ વાગમોરે કહે છે કે, ભારતમાં સોશિયલ એક્ટિવિટી એટલે કે સમાનતા માટે લોકો સંઘર્ષ કરતા હોય છે. આ ડોક્યુમેન્ટરીમાં મહાર સમાજના લોકો બ્રિટીશ સામ્રાજ્ય અને મરાઠા પેશ્વા સામે લડયા હતા. આ ડોક્યુમેન્ટરીમાં કમ્પલિટ હિસ્ટોરિક ઈવેન્ટને દર્શાવવામાં આવી છે. મહાર કોમ્યુનિટીના માત્ર ૫૦૦ સૈનિક બાજીરાવની પેશ્વા-૨ની આર્મીના ૨૦ હજાર સૈનિકને હરાવીને ધૂળ ચટાડે છે. આ સૈનિકો પેશ્વાને એમ પણ કહે છે કે, જો તે રાજ્યમાંથી જાતિવાદ દૂર કરવા તૈયાર હોય તો તેઓ અંગ્રેજોની આર્મીમાં નહિં જોડાય. બાદમાં પેશ્વા આ બાબતને નકારે છે. બાદમાં આ લોકો અંગ્રેજોની આર્મીમાં જોડાય છે અને સારી ટ્રેનિંગ મેળવે છે અને આગળની લડાઈમાં તેઓ શું શું કરે છે તે અંગે દર્શાવવામાં આવ્યું છે.

જ્યારે પ્રતિક પરમાર કહે છે કે, ગુજરાતના દલિત સમાજના સંઘર્ષને વાચા આપવા માટેના ઉદ્દેશથી પ્રોજેક્ટ હાર્ટલેન્ડની શરૃઆત કરી હતી. જેના માધ્યમથી દલિત સમાજની મહિલાઓ અને પુરૃષોનું સાહસ દર્શાવવામાં આવ્યું છે, કે ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાં તેઓ તેમના અધિકારોની મેળવવા કેવા પ્રયત્નો કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. આવા સાહસિક લોકોની સંઘર્ષ ગાથા દર્શાવવા માટે અને સમાજમાં તેમના સાહસની ગણના થાય તે હેતુથી અને અન્ય લોકોને પ્રેરણા મળે.
 

Post Comments