Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળ વૈજ્ઞાાનિકોના ૨૦ પ્રોજેક્ટને વધુ સંશોધન માટે ISRO-PRLમાં મોકલાશે

૨૭ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સાયન્સ સિટી ખાતે યોજાયેલા નેશનલ  સાયન્સ કોંગ્રેસમાં ૮૫૦ વિદ્યાર્થીએ પ્રોજેક્ટ રજૂ કર્યા, આજે ૧૦.૩૦  વાગે પ્રોજેકટનું ફાઈનલ સિલેક્શન થશે
સાયન્સ સિટી ખાતે 'નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ' નું આયોજન ૨૭ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે. આ સાયન્સ કોંગ્રેસમાં ભારતના તમામ રાજ્યની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ એશિયાઈ ૧૦ દેશના વિદ્યાર્થીએ ભાગ લીધો છે. તેમજ આ કોંગ્રેસમાં  સૌ પ્રથમવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પોતાના સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યા છે. આ અંગે વાત કરતા આયોજન નરોત્તમ શાહુ કહે છે કે ૨૭થી ૩૦ ડિસેમ્બર તમામ પ્રોજેક્ટને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા તેમાંથી આજે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના ડિરેક્ટર ડો. અનુજ ભાર્દવાજની હાજરીમાં ૮૫૦માંથી ૨૦ જેટલા શ્રેષ્ઠ પ્રોજેક્ટને સિલેક્ટ કરવામાં આવશે અને સિલેક્ટેડ પ્રોજેક્ટને વધુ સંશોધન માટે ઈસરો, પીઆરએલ જેવી સંસ્થામાં મોકલી અપાશે.
ઇમ્પ્રુવિંગ કુકિંગ એન્વાયરમેન્ટ ઓન એલપીજી

ડીસા ડેલ્ફી પબ્લિક સ્કૂલ, કોટા, રાજસ્થાનથી આવેલા હાર્દિક મીત્તલ, પાર્થ અગ્રવાલ, શીવાજ્યોતિ ચૌધરી, અમન વારસર્ને અને અનુરાગ પોલ દ્વારા ઇમ્પ્રુવિંગ કુકિંગ એન્વાયરમેન્ટ ઓન એલપીજી પર પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. ગેસ સ્ટવ પર કોઇપણ વાસણ મૂકતા ૫૦ ટકા ગેસની જ્વાળ બહાર વેસ્ટ જતી હોય છે. મોડેલમાં ગેસ સ્ટવની આજુબાજુ કોપર ટયૂબિંગ કરીને તેની બાજુમાં પાણી ભરવાનું એક ટબ મૂકવામાં આવ્યું છે. તેમજ તેને એવી રીતે સેટ કરવામાં આવ્યું કે જ્યારે જ્યારે ગેસ ચાલુ થાય ત્યારે તેની ૫૦ ટકા જ્વાળાનો વ્યય ન થાય અને પાણીના ટબમાંથી પાણી કોપર ટયૂબિંગ દ્વારા પસાર થઇ તે પાણીને ગેસની જ્વાળા અડતા તે પાણી ગરમ થાય છે અને તે પાણીને ત્યારબાદ અલગ અલગ કામોમાં ઉપયોગમાં લઇ શકાય છે.
૩ડી પ્રિન્ટ અને ઇલેક્ટ્રીક બાઇક મોડેલ
સાલ ઇન્સ્ટિટયૂટના થર્ડયરના જયનીલ પટેલે ૧૧૭ની ટોપ સ્પીડ અને ૧૦૦ કિ.મી. એવરેજ પર ચાલે તેવા અતિઆધુનિક બાઇકનું મોડેલ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રજૂ  કર્યુ હતું. આ બાઇક માત્ર એક કલાકના સમય ચાર્જ થઇ જાય છે અને તેને રિસાયકલ કરીને એક બેટરી ૧૫૦૦ વાર ચાર્જ કરી શકાય છે.
 

Post Comments