Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત વિદ્યાસભાના ૧૭૦ વર્ષની ઉજવણી કરાશે

એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે અને દલપતરામે ૨૬ ડિસેમ્બર ૧૮૪૮માં સંસ્થા સ્થાપી હતી
ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે એલેકઝાન્ડર ફોર્બસ અને કવિ દલપતરામે ભેગા મળીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી-ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરી હતી જે અત્યારે આશ્રમ રોડ ખાતે એચ.કે. કોલેજ કેમ્પસમાં ભો.જે. વિદ્યાભવન નામથી જાણીતી બની છે. આ સંસ્થા ૧૭૦મા વર્ષની ઉજવણીના ભાગરૃપે ૨૭ થી ૩૧ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમ યોજી ઉજવણી કરશે
દલપતરામ અને ફોર્બ્સે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા અમદાવાદમાં કન્યાશાળાઓ શરૃ કરી હતી
૨૬ડિસેમ્બર ૧૮૪૮માં ગુજરાતી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે એલેકઝાન્ડર ફોર્બસ અને કવી દલપતરામે ભેગા મળીને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી-ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરી હતી. તે સમયે રજવાડાના શાસકો પણ આ સોસાયટીમાં જોડાયા હતા અને સોસાયટીના કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જેને લઈને માતૃભાષા અંગેના પ્રકાશનો, લેખો અને બુધ્ધિ પ્રકાશ જેવું માસીક પ્રગટ કરવામાં આવ્યું હતું. તે સાથે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનનો વિભાગ પણ શરુ કરવામાં આવ્યો જેના કુલપતિ તરીકે આનંદ શંકર ધુ્રવને નિમવામાં આવ્યા હતા. આ સંસ્થાને આજે ૧૬૯ વર્ષ પૂર્ણ થતા વિવિધ એક્ટિવિટી દ્વારા ઉજવણી થશે.
૨૮મીએ વિશ્વકોશમાં હસ્તપ્રત વિદ્યા કાર્ય શિબિર
 ૨૮ ડિસેમ્બરના રોજ હસ્તપ્રત વિદ્યાની કાર્યશિબિર ગુજરાત વિશ્વકોશ ખાતે રાખવામાં આવી છે. ગુજરાત વિદ્યાસભાના સંગ્રહમાં ૧૨ હજાર જેટલી હસ્તપ્રતો સંગ્રાયેલી છે જેના ભાગરૃપે શીખેલા વ્યક્તિઓ હસ્તપ્રતો ઉકેલી લોકો સુધી સાચી માહિતી પહોંચાડે તે વાતને ધ્યાનમાં રાખીને આ કાર્યશિબિરનું આયોજન કરાવમાં આવ્યું છે
૧૧મી સદીથી ૨૦મી સદીના પુસ્તકોનું પ્રદર્શન
સંસ્થાને ૧૭૦મુ વર્ષ શરુ થયું હોવાથી અહીં  ૧૧મી સદીથી ૨૦મી સદી સુધીના જુની ગુજરાતી અને અપભ્રંશ ભાષામાં લખાયેલી વિવિધ વિષયોને લગતી હસ્તપ્રતો પ્રદર્શનમાં મુકાઈ છે જે ૩૦ જાન્યુઆરી સુધી લોકો નિહાળી શકશે. તે ઉપરાંત અહીં સંશોધનની પ્રવૃતિ ચાલી રહી છે જેના ભાગ રૃપે અત્યાર સુધી પ્રકાશીત થયેલા માતૃભાષા અને સાહિત્ય અંગેના પુસ્તકોનું પ્રદર્શન પણ નિહાળી શકાશે......અંબરીશ શાહ, ગુજરાત વિદ્યાસભા મંત્રી
અમદાવાદ પર લખાયેલા દૂર્લભ પુસ્તકો
* અમદાવાદ શહેરની સચિત્ર સરળ ભૂગોળઃ ૧૯૨૬,  
* ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ, લેખકઃ રમણભાઈ મહિપતરામ નીલકંઠ, વર્ષઃ ૧૯૦૮
* અમદાવાદનો ઈતિહાસ, લેખકઃ મગનલાલ વખતચંદ શેઠ, ૧૮૫૧
* અમદાવાદનું સ્થાપત્ય, લેખકઃ રત્નમણિ રાવ, ૧૯૨૯
૩૦૦૦ જેટલા પુસ્તકો લોકો સુધી પહોંચાડાશે
વાંચનની પ્રવૃતિને વેગવંતી રાખવા  ૩૦૦૦ જેટલા ગુજરાતી ભાષાના પુસ્તકો લોકો સુધી નિઃશુલ્ક  પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને બાળ વાર્તાને લગતા પુસ્તકો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
 

Post Comments