Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંડાશયમાં ગાંઠ થઈ, ડોકટરે ડ્રોપ લેવાની સલાહ આપી, 4 મહિના બેડરેસ્ટ કર્યો છતાં માહી 90 ટકા લઈ આવી

અમદાવાદ, તા. 28 મે 2018 સોમવાર

માહીને દસમા ધોરણ દરમિયાન જ પેટમાં દુખાવો ઉપડયો. દર્દથી પિડાતી માહીને તેની મમ્મી ડોકટર પાસે લઈ ગઈ તો તેને અંડાશયમાં ગાંઠ હોવાનો ખુલાસો થયો.

દુખાવાને કારણે માહી ધ્યાન આપી શકતી નહોતી તેથી તેના ડોકટરે તો તેને એક વર્ષ ડ્રોપ લઈ આરામ કરવાની સલાહ આપી. પણ માહીએ નક્કી કરેલું કે ગમે તે થાય પરીક્ષા તો આપવી જ છે.

સામાન્ય રીતે બોર્ડમાં આવેલું સંતાન ન ભણે તો તેના માતાપિતા એને ટોકે. પણ આ કિસ્સામાં દીકરીના સ્વાસ્થ્ય માટે ચિંતિત પરિવાર માહીને ભણવા બેસે ત્યારે ટોકતાં. તેમની ચિંતાને માન આપીને માહીએ ચાર મહિના તો સંપૂર્ણ આરામ કર્યો. પણ ડિસેમ્બર પછી માહીએ પરીક્ષાની તૈયારીઓ ફરી ચાલુ કરી દીધી.

રાત-દિવસ એક કરીને તેણે પોતાનો બાકી રહેલો કોર્સ, તમામ કોન્સેપ્ટ વગેરે ક્લિઅર કરી લીધા અને એક્ટર્નલ તરીકે પરીક્ષા આપી. ચાલુ પરીક્ષા દરમિયાન પણ દુખાવો ઉપડયો છતાં પણ માહી હિંમત ન હારી. આજે માહીની હિંમત અને તેની મહેનત રંગ લાવી છે. માહીને ૯૦ ટકા આવ્યા છે. તેનું સપનું ઈસરો કે નાસા જેવી સંસ્થા સાથે જોડાઈને એસ્ટ્રોનોટ બનવાનું છે.

Post Comments