૧૦૦ વર્ષ પહેલાં ગાંધીજીએ સ્ત્રી કેળવણીનો પાયો નાખ્યો હતો
સંસ્કાર કેન્દ્ર ટાગોર હોલ ખાતે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળે શતાબ્દિ વર્ષની ઉજવણી કરી
આ સંસ્થાની સ્થાપના સો વર્ષ પહેલા કરવામાં આવી હતી સંસ્થાના પ્રથમ પ્રમુખ વડોદરાના ચીમનાબાઇ ગાયકવાડ હતા જ્યારે આજે સો વર્ષ પછી તેમના જ પરિવારના રાજમાતા શ્રી શુભાંગિની રાજે ગાયકવાડ પ્રમુખસ્થાને બિરાજે છે તે માટેનો સંજોગને વધારે મહત્વ આપે છે. વસુબહેન, પ્રમુખ
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા ત્યારે ભારતમાં સ્ત્રીઓની નિરક્ષરતા મોટી સમસ્યા હતી તેવા સંજોગોમાં સ્ત્રીઓ માટે અલગ સંસ્થાની સ્થાપના કરવા કહ્યું ત્યાર પછી સમાજસુધારકો દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. અહીં સંસ્થામા તમામ સંચાલકો ફ્રી માનદસેવા આપે છે. ડૉ.ચંદ્રિકાબહેન રાવલ, મંત્રી
ગુજરાત સ્ત્રી કેળવણી મંડળની સ્ત્રી સામર્થ્યની શતાબ્દી મહોત્સવની ઉજવણી ટાગોર હોલમાં કરવામાં આવી હતી. પહેલાનાં સમયમાં સ્ત્રીઓને ઘરના કામ સિવાય બીજું કોઇ કામ કરવા દેવામાં આવતું ન હતું જેનાથી સ્ત્રીઓનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ ઘણો જ ઓછા પ્રમાણમાં જોવા મળતો હતો. વિશ્વમાં શાંતિ, અહિંસાનો સંદેશો આપનાર એવા રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રેરણાથી લઇને ગુજરાત સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના ૧૯૧૭માં કરવામાં આવી હતી. સ્ત્રીઓની પોતાની શકિતનો ઉપયોગ કરીને સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે તે માટે ગાંધીજીના આશીર્વાદ અને પ્રેરણાથી છેલ્લા સો વર્ષથી સ્ત્રીઓનાં ઉચ્ચ શિક્ષણ અને સમાજસેવાનો વિકાસ કરવા માટે આ સંસ્થા કામ કરી રહી છે. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળની સંસ્થાનો ઇતિહાસ, વિવિધ સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓ રજૂ કરતી નાટીકાની સાથે એ સમયથી શરૃ કરી વર્તમાન સમય સુધીનાં વિવિધ ગરબા, ફૉક ડાન્સ ઉપરાંત યોગ નિદર્શન, ફેશન શો વગેરે જેવા કાર્યક્રમોમાં દોઢસો ઉપરાંત કોલેજની વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષશ્રી રાજમાતાશ્રી શુભાંગિની રાજે ગાયકવાડ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કુલપતિ હિમાંશુ પંડયા ઉપસ્થિત રહ્યા હતા.
Post Comments
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડનું નામ મોકલાયું
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
સંજય દત્તની બાયો-ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે ?
અક્ષય કુમારની ગોલ્ડ સમયસર રજૂ થશે
પરમાણુ મેની ૨૫મીએ રજૂ થશે
અર્જુન કપૂરે અર્જુન રેડ્ડી ફિલ્મ શી રીતે ગુમાવી ।
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News