Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'ઝૂલો ધીરે ઝુલાવો સુકુમારી સિયા હો'

બાવીસમા સંગીત સપ્તાહનો સપ્તક દ્વારા કરાયેલો સંકલ્પ
પંદરમી ઓક્ટોબર સુધી રોજ રાત્રે ૮.૩૦ વાગે લાયન્સ હોલમાં નિઃશુલ્ક પ્રવેશ
અતરરાષ્ટ્રીય સ્તરે સુખ્યાત અમદાવાદની સપ્તક શાસ્ત્રીય સંગીત સંસ્થાએ દિલ્હી સ્થિત ડૉ.મુકેશ ગર્ગની સંગીત સંકલ્પ સંસ્થા સાથે હાથ મેળવી યુવા ક્લાકારોને મંચ પૂરું પાડવા માટેનો યજ્ઞા આરંભ્યો છે. આ વર્ષે છઠ્ઠી ઓક્ટોબરથી આરંભાયેલા આ પર્વ સંગીત મર્મજ્ઞા હિમ્મતભાઇ કપાસીને સમર્પિત છે. પં.નંદન મહેતા અને વિદૂષી મંજુ મહેતાના પ્રયાસથી સપ્તકમાં પધારી પ્રસ્તુતિ આપી ચૂકેલ વરિષ્ઠ કલાકારોની કલા આર્કાઇવમાં સચવાઇ છે, જેમાંથી કેટલાક અંશ દરરોજ રસિક શ્રોતાઓને સાંભળવાનો મોકો મળે છે. બાબા અલ્લાઉદ્દીન ખાનની વાયોલિન, પં. રામ આશ્રય ઝાનું કંઠયગાન, ઉ.અબ્દુલકરીમ ખાઁ સાહેબની સરસ્વતી વીણા, શ્રી ગોપાલ શ્રીખંડેનું કંઠયગાન મીઠાખળી ખાતેના લાયન્સ હૉલમાં ગૂંજી ઉઠયા. નવમી ઓકટોબરની રાત્રિએ સપ્તકના શિષ્યોનું સિતારવાદન તબલાંની સંગતે પીરસાયું. વારાણસીના સુરમણિ ડૉ.રાગિણી સરનાએ ઉપશાસ્ત્રીય કંઠયગાનનાં કામણ પાથરી રાગ ખમાજમાં ઠુમરી લલકારી ''સુઘર પિયા પ્યારે સે નૈના લાગે...'' રાગ પિલુમાં''લચકત આવે રી નવેલી પનિહારી''ને પગેલ ઝૂલો રજૂ કર્યો ''ઝૂલો ધીરે ઝુલાવો સુકુમારી સિયા હો''. ચંદીગઢના તબલાંના કસબી આવિર્ભાવ વર્માએ એક સાથે આઠથી દસ તબલાં ઉપર હાથનો જાદુ તાલ તીનતાલમાં પેશ કરી ભાવકોની ભારે દાદ મેળવી. સભાના અંતિમ ચરણમાં પારંપરિક ધુ્રપદ શૈલીનું ગાયન લઇને પધારેલ મુંબઇના પં.સુખદેવ ચતુર્વેદીએ સ્વયમ્ નિપજાવેલી નવી બંદીશો પણ રજૂ કરી. તેમણે રાગ ગાવતીમાં નોમ તોમનો આલાપ ગાયા પછી બંદીશ ''પ્રથમ સુમેરે શ્રી ગણેશ''સંભળાવી, જે ચૌતાલમાં નિબદ્ધ હતી. રાગ અડાણામાં ''લાલ મોરી ગેલ'' તાલ ધમાર સહિત પીરસી. ધુ્રપદની ખંડહાર બાનીને રાગ શહાનામાં હવેલી સંગીત સ્વરૃપે ''વિઠ્ઠલ પ્રભુ નમો નમઃ..''નો જયઘોષ કર્યો. પ્રારંભની ત્રણ રાત્રિઓએ પ્રેક્ષકોએ શુભા દેસાઇના કથક, અંજન સહાના સિતાર, સંગીતા લાહિરી અને ક્રિતિકા આયરનાં ગાન, માધવી, નાનલ અને આસ્થા ગોસ્વામીની ગાયકી, નેશ નૌબર્ટની વાંસળી, આસ્થા ગોસ્વામી અને નેહા મજમુદારના ઉપશાસ્ત્રીય ગાન ઉપરાંત મહેશ મલિકના વાયોલિન અને સુધીર મિશ્રાની રૃદ્ર વીણાને માણ્યા.
 

Post Comments