Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'વેલેન્ટાઇનઇ ડે' એ સાબર કાંઠે પ્રેમી યુગલોનું ઘોડાપૂર

- સરીતાઉદ્યાન બાદ નવું 'લવર્સપોઇન્ટ' બન્યું

- રોમેન્ટીક માહોલ વચ્ચે સંતસરોવરમાં પ્રેમીપંખીડાની 'જલક્રીડા'

ગાંધીનગર,તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

પ્રેમની અભિવ્યક્તિ કરીને એક બીજાને વીશ કરવાનો દિવસ એટલે ૧૪મી ફેબુ્રઆરીએ ઉજવાતો વેલેન્ટાઈન ડે... સામાન્ય રીતે ફેબુ્રઆરી માસમાં પ્રેમની મોસમ પુરબહારમાં ખીલતી હોય તેમ વિવિધ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે. રોઝ ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે, પ્રોમીસ ડે, હગ ડેની સાથે સાથે વેલેન્ટાઇન ડેને આ દિવસોમાં યુવાનો દ્વારા ઉજવવામાં આવતો હોય છે. નાના મોટા સૌ કોઇ પોતાના પ્રિયપાત્રને મનગમતી ગીફ્ટ આપવાની સાથે સાથે વીશ કરવાનું ચુકતાં નથી. માતા-પિતા હોય કે દિકરો કે દિકરી અથવા પ્રેમી યુગલો આ દિનને અનુરૃપ વિવિધ તૈયારીઓ પણ કરતાં હોય છે. બદલાતા જતા સમય પ્રમાણે આજનો યુવા વર્ગ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યો છે ત્યારે હાઇટેક ઉજવણી પણ કરીને મનગમતા પ્રિયપાત્રને પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરે છે.

ત્યારે સમગ્ર વિશ્વમાં ૧૪મી ફેબુ્રઆરીએ વેલેન્ટાઇન ડેની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો ત્યારે પાટનગરમાં પણ આ દિનને અનુરૃપ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રેમી યુગલોએ પણ વહેલી સવારથી એક બીજાને મનગમતી વ્યક્તિઓને વીશ કરીને આ દિવસની શરૃઆત કરી હતી. ત્યારે ગાંધીનગરમાં આવેલા વિવિધ ઉદ્યાનો સહિત અન્ય સ્થળો ઉપર પણ પ્રેમી યુગલોથી છલકાઇ હતી. શહેરની મધ્યમાં આવેલાં સેન્ટ્રલ વિસ્ટામાં પણ મોટી સંખ્યામાં પ્રેમી યુગલો ઉમટી પડયા હતાં તો ગાંધીનગરની પાદરે આવેલા અને સાબરમતીના કાંઠે સરિતા ઉદ્યાનમાં વહેલી સવારથી જ પ્રેમી યુગલોની આવન  જાવન શરૃ થઇ ગઇ હતી. તો નદીકાંઠે બનાવવામાં આવેલું સંતસરોવરે પણ યુગલોને આકર્ષિત કર્યું હોય તેમ મોટાભાગના પ્રેમીપંખીડાઓએ નદીકાંઠે નિર્માણ પામેલાં આ સરોવર પાસે વિતાવ્યો હતો.

આમ તો શહેરની નવી ઓળખ બનેલાં અને પીકનીક સ્પોટ તરીકે ઉભરી રહેલાં સંતસરોવરની સામાન્ય દિવસોમાં લોકો મોટી સંખ્યામાં મુલાકાત લેતાં હોય છે પરંતુ ૧૪મી ફેબુ્રઆરી વેલેન્ટાઇન ડેના દિવસે અનેરૃ આકર્ષણ ઉભું કર્યું હોય તેમ મોટી સંખ્યામાં યુગલોએ સરોવરની કાંઠે ડેરો નાંખ્યો હતો. ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારના યુગલોએ પણ આ સરોવરની મુલાકાત લઇને એકબીજાને વેલેન્ટાઇન ડેની વીશ પાઠવીને ગીફ્ટ પણ આપી હતી. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં આવેલી ગીફ્ટ આર્ટીકલની અને ફુલોની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી.

Post Comments