Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કલોલ: આરસોડીયામાંથી ત્રણ બાઇકોની ચોરી કરનાર તસ્કર ઝડપાયોઃબે વોન્ટેડ

- પોલીસે બાઇકો કબ્જે લઇ વોન્ટેડ બે વાહનચોરીને પકડવા દોડધામ શરૃ કરી

કલોલ, તા.16 એપ્રિલ 2018, સોમવાર

આરસોડીયા ગામની હદમાં આવતી વિજેતા સોસાયટીમાં રહેતા અજય ચંદુભાઇ પંડયાનું બાઇક નં.જી.જે.૧.એમ.બી.૬૦૩૪ની 10 એપ્રિલ ૨૦૧૮ની મોડીરાત્રે વાહનચોરો ઉઠાંતરી કરી ગયા હતા. આ અંગે અજય પંડયાએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

આ દરમિયાન ફરિયાદી અજયને માલુમ પડયું હતું કે પુર્વ વિસ્તાર કલોલમાં પાણીની ટાંકી પાસે આવેલા આયોજન નગરમાં રહેતો દિલદારસીંગ તુફાનસીંગ ચીખલીગર બાઇકની ઉઠાંતરી કરી છે. જેથી પોલીસે આયોજનનગરમાં પહોંચી દિલકારસીંગની ધરપકડ કરી તેની પાસેથી ચોરીનું બાઇક કબ્જે લીધું હતું.

આ બાઇક ચોરીમાં આયોજન નગરના કાનાસીંગ ગીડાસીંગ ટાંક તથા ત્રિલોકસીંગ ગોરીસીંગ ટાંકની પણ સંડોવણી હોવાની કબુલાત આરોપી દિલદારસીંગ કરી હતી. તેમજ ત્રણેય આરોપીઓએ ભેગા મળી સ્વસ્તિક સોસાયટીમાંથી પણ અન્ય એક બાઇકની ચોરી કરી હતી.

કલોલ તાલુકા પોલીસે ત્રણ બાઇક કબ્જે લઇ ફરાર કાનાસીંગ અને ત્રિલોકસીંગની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે. વાહનચોરીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવતા અન્ય બે આરોપીઓ ઘરેથી ફરાર થઇ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
 

Post Comments