Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગરમાં મોટા પાયે ચાલતી દબાણ ઝુંબેશના વિરોધમાં વેપારીઓએ આવેદન આપ્યું

કલેકટરને રજૂઆત કરી રોજીંદુ પેટીયું રળતાં વેપારીઓએ કનડગત નહીં કરવા માટે માંગણી

ગાંધીનગર, 11 જૂલાઇ 2018 બુધવાર

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. અત્યાર સુધી ૩૦૦થી વધુ લારીગલ્લાના દબાણ ઉઠાવી લેવામાં આવ્યા છે જ્યારે લારી ગલ્લાના વેપારીઓએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રોજીંદુ પેટીયુ રળતાં વેપારીઓને કનડગત નહીં કરવા માટે માંગણી કરી છે. આ લારીગલ્લા ચલાવીને વેપારીઓ પરિવારનું ભરણપોષણ કરતાં હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગોની સાથે આંતરિક માર્ગો ઉપર મોટા પાયે લારીગલ્લાના દબાણો ઉભા થઈ ગયા છે જેના પગલે કલેકટર દ્વારા ખાસ બેઠક બોલાવીને કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ મકાન વિભાગ અને કલેકટર કચેરીના અધિકારીઓને આ દબાણો હટાવવા માટે સૂચના આપવામાંઆવી હતી. ગત રવિવારથી વિવિધ ટીમો દ્વારા શહેરમાં મોટાપાયે દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લારીગલ્લાના દબાણો હટાવી લેવામાં આવ્યા હતા.

તંત્રની આ ઝુંબેશના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે ગઈકાલે સે-ર૪મા લારીગલ્લા સંગઠનના ઓથા હેઠળ વેપારીઓની બેઠક મળી હતી અને આ મુદ્દે કલેકટરને રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આજે વેપારીઓ આવેદનપત્ર લઈને કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રજૂઆત કરી હતી કે શહેરમાં નાના મોટા લારીગલ્લાના વેપારીઓ સાંજે ૪ વાગે આવે છે અને સાંજે આઠ વાગે વેપાર કરીને જતાં રહે છે. આ વેપાર કરીને પરિવારનું ભરણપોષણ કરતાં હોય છે પરંતુ છેલ્લા થોડા દિવસથી શરૃ થયેલી દબાણ હટાવ ઝુંબેશના કારણે તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે અને પરિવારનું ભરણપોષણ પણ મુશ્કેલ બન્યું છે જેથી આ મામલે ઘટતું કરીને વેપારીઓને તેમની રોજી પાછી મળે તેવું આયોજન કરવા માંગણી કરી છે.

Post Comments