Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત્: સેકટર-3ના મકાનમાંથી તસ્કરો 1.60 લાખની મત્તા ચોરી ગયા

- પરિવાર ઉપરના માળે સુઈ રહયો હતો તે દરમ્યાન તસ્કરો હાથ સાફ કરી પલાયનઃપોલીસે તપાસ શરૃ કરી

ગાંધીનગર, તા.16 એપ્રિલ 2018, સોમવાર

ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે ત્યારે શહેરના સે-૩/સીમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૬૦ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. ઉપરના માળે સુઈ રહેલો પરિવાર સવારે નીચે આવતાં આ ચોરી અંગે જાણ થઈ હતી અને આ સંદર્ભે સે-૭ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહયો છે. શહેરમાં બપોરના સમયે પણ બંધ મકાનોને નિશાન બનાવવાની ઘટના બની રહી છે. ત્યારે શહેરના સે-૩/સી પ્લોટ નં.૧૪૩૮/૧માં રહેતાં કૃણાલ ઈલેશકુમાર શ્રીમાળી રાત્રે તેમનું મકાન બંધ કરીને ઉપરના માળે સુવા માટે ગયા હતા તે દરમ્યાન તસ્કરોએ તેમના મુખ્ય દરવાજાથી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને નીચેના માળે રહેલી તીજોરીનું તાળું તોડી તેમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૬૦ લાખની મત્તા ચોરી લીધી હતી.

સવારના સમયે કૃણાલભાઈ ઉઠીને બહાર આવતાં તેમને ગેલેરીનો દરવાજો પણ બંધ થઈ ગયો હતો જેથી તેમણે તેમના પત્નિને જાણ કરી હતી અને પાડોશીઓએ આવી દરવાજો ખોલ્યો હતો. તપાસ કરતાં નીચેના માળે મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો અને મકાનમાં રહેલી તીજોરીમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરાયાનો અંદાજ આવી ગયો હતો. જેથી આ સંદર્ભે સે-૭ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી.

Post Comments