Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ ત્રાટકતાં તંત્ર દોડતું થયું

- જાપાન અને ભારતના વડાપ્રધાનના આગમન વખતે જ

- ભારે પવન સાથે વરસાદ આવતાં મુખ્ય માર્ગોની આસપાસ લગાવેલાં બેનરો તેમજ હોડીંગ્સ પડી ગયા

ગાંધીનગર,બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017
અમદાવાદ અને ગાંધીનગર ખાતે જાપાન તેમજ ભારતના વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનારા કાર્યક્રમ અંતર્ગત બુધવારે બંને વડાપ્રધાન અહીં આવ્યા છે ત્યારે વાતાવરણમાં થયેલાં પલટાના પગલે અચાનક જ બપોરના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો હતો. જેના પગલે માર્ગો ઉપર લગાવેલાં બેનર્સ અને હોડીંગ્સ નમી જતાં વહિવટી તંત્ર પણ દોડતું થયું હતું.

મહાત્મા મંદિર ખાતે   ઇન્ડિયા - જાપાન સમિટ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની અધ્યક્ષતામાં યોજાવાની છે.

ત્યારે બુધવારે બપોરના સમયે બંને વડાપ્રધાનોએ અમદાવાદના એરપોર્ટે આગમન કર્યું છે ત્યારે બદલાયેલા હવામાનના કારણે વાતાવરણમાં પલટો આવતાં ગાંધીનગરમાં બપોરના સમયે વીજળીના કડાકા - ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો હતો. તો બીજી તરફ વરસાદની સાથે સાથે ભારે પવન ફુંકાયો હતો અને તેની અસર સમગ્ર શહેર ઉપર જોવા મળી હતી. આમ વહિવટી તંત્ર દ્વારા બંને વડાપ્રધાનોને આગમનના પગલે મુખ્યમાર્ગોની આસપાસ બેનર્સ અને હોડીંગ્સ લગાડવામાં આવ્યા છે. પરંતુ બપોરના સમયે વીજળીના કડાકા -ભડાકાની સાથે સાથે ભારે પવન ફુંકાયા બાદ વરસાદ વરસતાં હોડીંગ્સ અને બેનર્સ નમી ગયા હતાં. આમ જેની જાણ વહિવટી તંત્રને થતાં તાત્કાલિક કામગીરી શરૃ કરી દીધી હતી અને દોડતું પણ થયું હતું.

આવતીકાલે યોજાનારા કાર્યક્રમ અંતર્ગત ઠેકઠેકાણે લગાવેલા બેનર્સ અને હોડીંગ્સ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉભા કરવામાં આવેલાં શામિયાણાને પણ અસર થતાં ત્વરીત કામગીરી શરૃ કરી હતી અને પુનઃ જૈ સે થે પરિસ્થિતિમાં કર્યા હતાં. આમ છેલ્લા ઘણા દિવસોથી ઉકળાટ ભર્યા વાતાવરણથી ત્રસ્ત થયેલાં નગરજનોએ પણ વરસાદ વરસતાં રાહત અનુભવી હતી.

Post Comments