Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સે-૫નો ત્રણ વર્ષનો બાળક સ્વાઇનફ્લૂ પોઝિટિવ આવ્યો

- કોર્પોરેશન વિસ્તારમાં બે દિવસમાં ત્રણ કેસ

- ગાંધીનગર જિલ્લામાં એક પણ કેસ નહીંઃક્યોર રેટ ૮૧ ટકાથી પણ વધુઃવરસાદ બાદ ફરી કેસ વધવાની દહેશત

ગાંધીનગર,બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017
સ્વાઇનફ્લૂના કેસમાં સુખદ ઘટાડો આવી રહ્યો છે ત્યારે ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી છેલ્લા બે દિવસમાં ત્રણ પોઝિટિવ દર્દીઓ મળી આવ્ય છે. તો જિલ્લામાંથી આજે એક પણ પોઝિટિવ દર્દી મળ્યા નથી તો સામે પોઝિટિવ દર્દીઓને સારૃ થઇ જતું હોય અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવતી હોય તેવા કિસ્સાઓ પણ વધી રહ્યા છે. જિલ્લામાં ક્યોરરેટ ૮૧ ટકાથી પણ વધુ છે તો બીજીબાજુ વરસાદ બાદ હવે ફરી કેસ વધવાની દહેશત ઉભી થઇ છે.

ભેજવાળી આબોહવા વચ્ચે સ્વાઇનફ્લૂના એચવનએનવન વાયરસ સક્રિય થયા હતા અને અતિચેપી આ વાયરસ જીવલણે પણ બન્યા છે ત્યારે શ્રાવણ માસમાં સાતમ-આઠમ વખતે સ્વાઇનફ્લૂના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો હતો. એક જ દિવસમાં ૧૨થી વધુ દર્દીઓ નોંધાવાના કિસ્સાઓ પણ બન્યા હતા. તો તા.૨૦મી ઓગસ્ટ બાદ ગરમી વઘતા કેસમાં ઘટાડો આવ્યો હતો. તો છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ રહેવાને કારણે દર્દીઓ વધ્યા હતા. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી ગરમીને કારણે દર્દીઓમાં સુખદ ઘટાડો થયો છે. તે વચ્ચે ગઇકાલે ગાંધીનગર શહેરમાં બે દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા જ્યારે જિલ્લામાં એક પોઝિટિવ દર્દીનો ઉમેરો થયો હતો. જેની સાથે ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ દર્દીનો આંકડો ૧૪૯ સુધી પહોંચી ગયો હતો તો ગાંધીનગર શહેરી વિસ્તારમાં વધુ એક સ્વાઇનફ્લૂનો કેસ મળી આવ્યો છે.

સેક્ટર-૫માં રહેતા પરિવારનો ત્રણ વર્ષનો બાળકો પોઝિટિવ આવ્યો છે જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં સઘન કરી દેવામાં આવી છે.તો ગાંધીનગર જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ દર્દી મળી આવ્યો નથી.તો બીજીબાજુ ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ દર્દી સાજા થવાના સિલસિલો ચાલી રહ્યો છે અને હોસ્પિટલોમાંથી સ્વાઇનફ્લૂના દર્દીઓ તંદુરસ્થ થઇ જતા તેમને રજા આપવામાં આવી રહી છે જિલ્લામાં ક્યોરરેટ વધીને ૮૧ ટકા જેટલો થઇ ગયો છે ત્યારે ફરી વરસાદી વાતાવરણ સર્જાતા સ્વાઇનફ્લૂના દર્દીઓમાં વધારો થશે તેમ તબીબો જણાવી રહ્યા છે.

Post Comments