Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાનના કાર્યક્રમને લઈ થ્રી લેયર સુરક્ષા કવચ ગોઠવાશે

- મહાત્મા મંદિર ખાતે તા.ર૩મીએ યોજાનારા

- આઠ એસપી, રર ડીવાયએસપી, ૬૦ પીઆઈ, ૧૪૦ પીએસઆઈ ઉપરાંત ૯૦૦ પોલીસ અને પાંચ કંપની એસઆરપી ફરજ બજાવશે 

ગાંધીનગર,બુધવાર તા. 17 મે 2017
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આગામી તા.ર૩ મેના રોજ મહાત્મા મંદિર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટના કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા પોલીસ દ્વારા અત્યારથી જ તકેદારીના પગલાં લેવામાં આવી રહયા છે. આ દિવસ દરમ્યાન બે હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવશે તો આઠ જિલ્લાના પોલીસ વડા પણ બંદોબસ્ત ગાંધીનગર આવી જશે. વડાપ્રધાન તા.રરમી મેના રોજ રાત્રી રોકાણ રાજભવન કરવાના હોવાથી જ-માર્ગ ઉપર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.  

ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સત્તારૃઢ થયા બાદ તેમના અવારનવાર ગુજરાતના કાર્યક્રમો યોજાતા રહયા છે. ત્યારે આ તા.૧૬મી મેએ તેમની સરકારના ત્રણ વર્ષ પુરા થઈ ગયા છે. કેન્દ્ર સરકાર તેની ઉજવણી પણ કરી રહી છે. ત્યારે આગામી તા.રર મેની રાત્રીએ વડાપ્રધાન ફરીએકવાર ગાંધીનગરના મહેમાન બનવાના છે.

તા.ર૩મીએ મહાત્મા મંદીર ખાતે યોજાનાર આફ્રીકન ડેવલપમેન્ટ બેંકના કાર્યક્રમનું ઉદઘાટન તેમના હસ્તે યોજાશે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈ જિલ્લા પોલીસ દ્વારા સલામતીનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવાનું નક્કી કરવામાં આવ્ય્ંાું છે. જેની સ્કીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. તા.ર૧મી થી જ ગાંધીનગરમાં આઠ એસપી, ૪ એએસપી, રર ડીવાયએસપી, ૬૦ પીઆઈ, ૧૪૦ પીએસઆઈ, ૯૦૦ પોલીસ, ૧૪૦ મહિલા પોલીસ, ૧૦૦ ટ્રાફિક પોલીસ ઉપરાંત પાંચ કંપની એસઆરપીને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ પોલીસ અધિકારી જવાનોને ફરજ માટે બોલાવવામાં આવ્યા છે. તો પોલીસ અધિકારી જવાનોનો આ બંદોબસ્ત તા.ર૬ મે સુધી રહેશે કારણકે આફ્રીકન ડેવલપમેન્ટ બેંકના કાર્યક્રમમાં દેશના અન્ય મહાનુભાવો પણ સતત હાજરી આપતાં રહેશે. પોલીસને પણ વાઈબ્રન્ટની જેમ જ ડ્રેસકોડમાં મહાત્મા મંદીર ખાતે તૈનાત રાખવામાં આવશે.

Post Comments