Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રધ્વજથી પણ ઉપર લાગેલા ભાજપના ઝંડા ઉતારવા આદેશ

- જાગૃત નાગરિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચતા

- સત્તાના મદમાં રાચતાં અને વારેવારે રાષ્ટ્રવાદની વાતો કરનારા ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રધ્વજની ગરીમા પણ ના જાળવી

ગાંધીનગર,બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017
ભારત અને જાપાન સમિટને પગલે માર્ગો ઉપર ભારત અને જાપાનના રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા છે ત્યારે કોબાથી ગાંધીનગર હાઈવે માર્ગ ઉપર ભારતના રાષ્ટ્રધ્વજની ઉપર પણ ઉત્સાહમાં આવી ગયેલા ભાજપના કાર્યકરોએ ભાજપના ઝંડા લગાડી દીધા હતા. આજે સવારના સમયે એક જાગૃત નાગરિકનું ધ્યાન જતાં તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ લેવા તાકીદ કરી હતી. મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો અને તેમણે પણ ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક અસરથી માર્ગો ઉપરથી ભાજપના ઝંડા ઉતારી લેવા માટે આદેશ કર્યો હતો. પ્રોટોકોલ મુજબ ભારતના રાષ્ટ્રધ્વજ ઉપર કોઈ પણ પાર્ટી કે સંગઠનનો ઝંડો લગાડી શકાતો નથી.   

અમદાવાદ ખાતે બુલેટ ટ્રેનના ખાત મુહુર્ત પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અમદાવાદ પહોંચી ચુકયા છે. આવતીકાલે આ બન્ને મહાનુભાવો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ભારત જાપાન સમિટમાં હાજરી આપવા માટે આવવાના છે. તેમની આ મુલાકાતને લઈ સમગ્ર તંત્ર તૈયારીઓમાં સજ્જ થઈ ગયું છે ત્યારે પ્રોટોકોલ પ્રમાણે બન્ને દેશની સત્તાવાર મુલાકાતને પગલે માર્ગો ઉપર ભારત અને જાપાનના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા છે.

સ્ટ્રીટલાઈટો ઉપર  કોબા સર્કલથી મહાત્મા મંદિર સુધી ભારત અને જાપાનના લાગેલા આ રાષ્ટ્રધ્વજની ઉપર ગઈકાલે રાત્રે ભાજપના ઉત્સાહી કાર્યકરોએ ભાજપના ઝંડા ફરકાવી દીધા હતા. એટલું જ નહીં તે પણ સ્ટ્રીટલાઈટની ટોચ ઉપર લાગેલા હોવાથી રાષ્ટ્રધ્વજની ગરીમાને અપમાન થયાની લાગણી પણ સ્થાનિકોમાં ઉદ્ભવી હતી.

ત્યારે આજે સવારના સમયે એક જાગૃત નાગરિક આ દ્રશ્ય જોઈ હેબતાઈ ગયો હતો અને સીધા જ અડાલજ પોલીસ સ્ટેશન પહોંચી આ મામલે ફરિયાદ લેવાની માંગણી કરી હતી. જેથી અડાલજ પોલીસ પણ ઘાંઘી બની ગઈ હતી કે આ મામલે ફરિયાદ કેવી રીતે લેવી.

મામલો જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો હતો અને જિલ્લા પોલીસ વડા સુધી મામલો પહોંચતા ઘટનાની ગંભીરતા સમજવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી આ ભાજપના ઝંડા ઉતારી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. પોલીસે આ જાગૃત નાગરિકને સાંજ સુધી રાહ જોવા માટે કહયું હતું. જો સાંજ બાદ ફરીવાર રાષ્ટ્રધ્વજની ઉપર ભાજપના ઝંડા દેખાય તો તેમની ફરિયાદ લેવાશે તેવું તેમણે જણાવ્યું હતું.

નોંધવું રહેશે કે પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રધ્વજની ઉપર અન્ય કોઈ પક્ષ કે સંગઠનનો ધ્વજ લગાડી શકાતો નથી. આ પ્રોટોકોલનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ ભારતના બંધારણમાં કરવામાં આવી છે. પરંતુ હાલ કેન્દ્ર અને રાજ્યમાં સત્તા ધરાવતાં ભાજપના કાર્યકરોએ રાષ્ટ્રધ્વજની ઉપર ભાજપનો ઝંડો લગાડીને દેશની ગરીમાને ઠેસ પહોંચાડી છે તે સત્ય છે.

Post Comments