Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જુની પોલીસ લાઈન ગંદકીથી ખદબદ દહેગામ પોલીસ લાઈનમાં વર્ષોથી સમારકામ થયું નથી!

- ખાળકુવા ભરાઈ જતાં ગટરનું પાણી રસ્તા ઉપર સ્ટ્રીટલાઈટો બંધ, વર્ષોથી કલર પણ કરાયો નથી

દહેગામ, 11 જૂલાઇ 2018 બુધવાર

દહેગામ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલી નવી પોલીસ લાઈનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે જુની પોલીસ લાઈન વર્ષોથી મેઈન્ટેનન્સના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. ખાળકુવાના પાણી રસ્તા ઉપર છે તો સ્ટ્રીટલાઈટો પણ બંધ છે તથા વર્ષો પહેલા જે રંગરોગાન કરાયું હતું તેના પછી અત્યાર સુધી કલરકામ કરાયું નથી. મકાનની બારીઓના પણ ઠેકાણા નથી તો ઠેકાણા છે તેવી બારીઓને કાચ નથી જેવી અનેક સમસ્યાઓ અહીં પોલીસકર્મીઓ સહન કરી રહયા છે.

દહેગામ જુની પોલીસ લાઈનમાં જાળવણીના અભાવે અનેક સમસ્યાઓ સતાવી રહી છે. ર૪ કલાક લોકોની સેવામાં રહેતાં પોલીસ જવાનોના ઘર બિસ્માર હાલતમાં જોવા મળી રહયા છે.  દહગામ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલી નવી પોલીસ લાઈનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો જુની પોલીસ લાઈનમાં મકાનો બિસ્માર હાલતમાં જાળવણીના અભાવે ખંડેર બની ચુક્યા છે.

દસથી બાર વર્ષ પહેલા બનાવવામાં આવેલી આ પોલીસ લાઈનમાં જેતે સમયે કલરકામ કરાયા બાદ આજ દિન સુધી કલરકામ કરાયું જ નથી. તો ગટરના પાણીના નિકાલ માટે ખાળકુવા બનાવવામાં આવ્યા હતા જે સંપૂર્ણ ભરાઈ ચુકયા હોવાથી ગટરના ગંદા પાણી પોલીસલાઈનમાં ફરી વળે છે. તો તેની સાથે ખાળકુવાના ઢાંકણા પણ તુટી ગયા હોવાથી ગંદકીનો માહોલ ઉભો થાય છે. સાથેસાથે સ્ટ્રીટલાઈટના થાંભલા પણ નાંખવામાં આવ્યા હતા જે જુની અને જર્જરિત છે તથા બંધ હાલતમાં છે. મકાનોના રૃમોમાં બારીઓ નથી અથવા બારીઓ છે તો કાચ નથી. બાળકો માટે બનાવાયેલા હીંચકા અને રમતગમતના સાધનો પણ કાટ ખાઈ ગયેલી અવસ્થામાં છે તો જુની પોલીસ લાઈનમાં અહીં ૧પ જેટલા પોલીસ જવાનોના પરિવારો વસવાટ કરે છે ત્યારે પાણી ભરાઈ રહેવાના કારણે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધારે જોવા મળે છે.

Post Comments