Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુરૃવારે મતદાર નોંધણીનો છેલ્લો દિવસ,પછી મતદાન નહીં થઈ શકે

- વિધાનસભાની ચૂંટણી મતદાન કરવા માટે

- ૧૬ નવેમ્બર બાદ કોઈપણ સંજોગોમાં નામ ઉમેરી શકાશે નહીં

યાદીમાં નામ ચકાસી લેવા પણ તંત્રનો અનુરોધ
ગાંધીનગર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

ગાંધીનગર જિલ્લામાં તા.૧૪ ડીસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માંગતા નાગરિકોએ ગુરૃવાર સુધીમાં નજીકની મામલતદાર કચેરીએ ફોર્મ-૬ ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવવાનું રહેશે નહીંતર આવનારા આ ચૂંટણી મતદાન નહીં કરી શકે. ત્યારબાદ ચૂંટણી તંત્ર કોઈપણ સંજોગોમાં મતદારયાદીમાં નામ ઉમેરી શકશે નહીં જે મતદારોએ પોતાના નામ મતદાર યાદીમાં તપાસ્યા નથી તેમને પણ તપાસી લેવા ચૂંટણી તંત્રએ અનુરોધ કર્યો છે.

લોકશાહીમાં લોકો દ્વારા જ ચૂંટણીમાં મતદાન કરીને સરકાર નક્કી કરવામાં આવતી હોય છે. જો કે લોકોએ પણ જાગૃત થઈને મતદાર યાદીમાં પોતાના નામ ચકાસીને ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવું જોઈએ. ચૂંટણી તત્ર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો કરીને મતદારોને મતદાન કરવા માટે અવારનવાર અનુરોધ કરવામાં આવતો હોય છે.

આ વખતે પણ ચૂંટણી તંત્ર દરેક મતદારોના ઘરે ઘરે સ્લીપ પહોંચાડી મતદાન મથક સહિતની વિગતો આપશે. ત્યારે તા.૧૪ ડીસેમ્બરના રોજ યોજાનારી ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં મતદાન કરવા માંગતા નાગરિકો માટે તા.૧૬ નવેમ્બર એટલે કે ગુરૃવાર મતદાર યાદીમાં નામ નોંધાવવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં મતદારયાદીમાં નામ નોંધાવી શકાશે નહીં.

ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે કે જે યુવાનો અને બહારથી ગાંધીનગર જિલ્લામાં રહેવા આવેલા નાગરિકોએ તેમના નામ તા.૧૬ નવેમ્બર સુધીમાં નજીકની મામલતદાર કચેરીમાંથી ફોર્મ-૬ ભરીને ઉમેરાવાના રહેશે. ત્યારબાદ નામ ઉમેરી શકાશે નહીં જે નાગરીકોના નામ મતદાર યાદીમાં હોય તેમણે પણ મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહીં તે ચકાસી લેવું ત્યારબાદ કોઈપણ પ્રકારની ફરિયાદ ચલાવી લેવામાં આવશે નહીં.

Post Comments