Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ બાદ કોળી સમાજમાં આંતરિક સંઘર્ષ

- ગાંધીનગરમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી

- બાવળિયાએ શેખી મારી, એક ફૂંક મારું તો, અમરેલીમાં અડધા ઊડી જાય

અમદાવાદ, તા.11 જુલાઈ 2018, બુધવાર

કુંવરજી બાવળિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ જાણે કોળી વોર જામ્યો છે.

ભાજપ અને કોંગ્રેસ સમર્પિત કોળીઓ સામસામે પડયાં છે. એક તરફ, કોંગ્રેસી ધારાસભ્યોએ કોળી વોટબેન્ક અકબંધ રાખવા મથામણ શરુ કરી છે તો,બોજી તરફ,કુંવરજી બાવળિયાએ પણ એવુ ચિત્ર ઉભુ કરવા પ્રયાસો કર્યાં છેકે, કોળી સમાજ ભાજપના સમર્થનમાં છે.

આજે પાટનગર ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂજાભાઇ વંશની આગેવાનીમા કોળી આગેવાનો ઉપરાંત કોંગ્રેસના કોળી ધારાસભ્યોની એક બેઠક મળી હતી જેમાં કોળી મતદારો કોંગ્રેસના સમર્થનમાં રહે તેવી રણનીતિ ઘડવામાં આવી હતી.

પૂજાભાઇ વંશે જણાવ્યું કે,કોઇ એક વ્યક્તિના જવાથી સમાજ પક્ષમાં જોડાઇ જતો નથી. કોળી સમાજમાં ભાજપ સમર્પિત છે તેવુ આભાસી ચિત્ર ખડુ કરવામાં આવી રહ્યુ છે.

આગામી દિવસોમા જીલ્લા-તાલુકાના કોળી આગેવાનોની એક બેઠક મળનાર છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઇને રણનીતિ ઘડવા નક્કી કરવામાં આવ્યુ છે.ભાજપના આ દુષપ્રચારને ખાળવા આયોજન ઘડાયુ છે.

આ તરફ,કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા વિપક્ષના નેતા ધાનાણીએ કરેલી ટિપ્પણીના સંદર્ભમાં એવી શેખી મારી કે,હું એક ફુંક મારુ તો,અમરેલીમાં અડધા ઉડી જાય કેમ કે, આ મતવિસ્તારમાં મને અને ધાનાણીને લોકો બરોબર ઓળખે છે. હુ મારો પરચો દેખાડીશ.ધાનાણીને અમરેલીમાં જીતવુ ભારે પડી જાય.કોળી સમાજ મારી સાથે જ છે.

આમ,બાવળિયાએ પણ કોળી મતદારો ભાજપના સમર્થનમાં છે તેવુ સાબિત કરવા પ્રયાસો કર્યા છે. આમ,ભાજપ અને કોંગ્રેસના કોળી ધારાસભ્યો,આગેવાનો આમને સામને આવ્યા છે.

કોળી સમાજમાં મતમતાંતર ઉભા થયાં છે.લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ સમર્પિત કોળીઓના સંમેલનો યોજાય તેવી શક્યતા છે. લોકસભાની ચૂંટણીમાં કોળી મતદારો કોની તરફદારીમાં મતદાન કરશે તે તો સમય જ કહેશે પણ અત્યારે તો કોળી સમાજમાં ખેંચતાણ સર્જાઇ છે.

Post Comments