Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે મળશે

- ચુંટણીના કારણે છેલ્લા અઢી મહિનાથી નહીં મળેલી

- સભા પૂર્ણ કરીને સાંજે જ ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો ભેગા મળી દિલ્હીના પ્રવાસે ઉપડી જશે

ગાંધીનગર, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

વિધાનસભાની ચૂંટણીના કારણે છેલ્લા અઢી મહીનાથી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી નહોતી ત્યારે આવતા મંગળવારે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સામાન્ય સભા પૂર્ણ કરીને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દિલ્હીના પ્રવાસે જવાના હોવાથી સામાન્ય સભામાં કોઈ ઉગ્ર ચર્ચાઓ નહીં થાય તેવી પણ શક્યતા લાગી રહી છે. આ સામાન્ય સભામાં બે મુદ્દા જ રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના કારણે આચારસંહિતા હોવાથી સામાન્ય સભા મળતી નહોતી ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આગામી તા.૧૬ જાન્યુઆરીના મંગળવારે બોલાવવામાં આવી છે. આ સામાન્ય સભામાં ગત પ્રોસેડીંગને મંજુરીની સાથે બે મુદ્દા રાખવામાં આવ્યા છે જેમાં મહાનગરપાલિકાના કોર્પોરેટરોની ગ્રાંટમાંથી લોકઉપયોગી સુવિધાઓમાં નવા કામ તરીકે ધાર્મિક સ્થળો ઉપર શેડ લગાડવાની કામગીરીનો પણ સમાવેશ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

નોંધવું રહેશે અગાઉ ધાર્મિક શહેરોની બહાર પેવર બ્લોક લગાડવા માટે પણ મંજુરી આપવામાં આવી હતી પરંતુ દબાણના નામે તેને તોડી પણ પાડવામાં આવે છે. કોર્પોરેટરોએ કરેલો ગ્રાંટમાંથી ખર્ચ માથે પડતો હોય છે ત્યારે અન્ય એક મુદ્દામાં કોર્પોરેશનના પબ્લિક હેલ્થ બાયલોઝ ર૦૧૭ને મંજૂરી આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.  નોંધવું રહેશે કે બપોરે ૧ર કલાકે મળનારી આ સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે તુતુ-મેમે જોવા નહીં મળે કેમકે આ સભા પૂર્ણ કરીને સાંજે જ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો દિલ્હીથી નૈનિતાલની સફરે નીકળી જવાના છે.

Post Comments