Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગર: ચ-3નું ગરબા ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાઇ ગયું

- કોમર્શીયલ બિલ્ડીંગના પાયામાં લાઇન હોવાને કારણે તે ખોલતા લાખ્ખો લીટર પાણીનો વેડફાટ

ગાંધીનગર, તા.16 એપ્રિલ 2018, સોમવાર

ગાંધીનગરના સેક્ટર-૧૧માં કોમર્શીયલ બિલ્ડીંગ બાંધવામાં આવી રહ્યું છે તેના પાયા હાલ ખોદાઇ રહ્યા છે ત્યારે જુની બાંધણી પ્રમાણે અહીં પાણીની લાઇન હોવાને કારણે તે ખસેડવી પડે તેમ હતી જેના કારણે આજે આ મુખ્ય પાણીની લાઇન ખસેડવામાં આવતા લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને ચ-૩ના ગરબા ગ્રાઉન્ડ જાણે નાના તળાવમાં ફેરવાઇ ગયું હોય તેમ લાગતું હતું.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં જળ સંકટ આવતા ચાલુ ઉનાળાની સીઝન કાઢવી ખુબ જ મુશ્કેલ બની છે જેને લઇને સરકાર દ્વારા પણ આકરા નિર્ણયો લઇને નર્મદા નદીમાંથી પાણી કાપ કરવામાં આવ્યો છે. જો કે,રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં પાણી કાપ અંગે હજુ સુધી કોઇ સુચના નથી અને ગાંધીનગરમાં જુના અને નવા સેક્ટરોમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.તેવી સ્થિતિમાં આજે શહેરના ચ-૩ના ગરબા ગ્રાઉન્ડમાં અને સામે રામકથા મેદાનમાં પણ પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો.

આ અંગે મળતી માહિતી પ્રમાણે,સે-૧૧માં હાલ કોમર્સીયલ બિલ્ડીંગ બનાવવામાં આવીી રહ્યા છે અહીં બાંધકામ દરમિયાન પાયો ખોદાઇ રહ્યો છે તે દરમિયાન જુની પાણીની લાઇનો પાયામાં આવી રહી છે તેથી તે ત્યાંથી ખસેડવી આવશ્યક બની હતી અને આ પાણીની મુખ્ય લાઇન આજે ખસેડવામાં આવી હતી આ કામગીરી દરમિયાન લાખ્ખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને ચ-૩ ગરબા ગ્રાઉન્ડમાં તો પાણીનું નાનુ તળાવ સર્જાઇ ગયું હતું.તેવી સ્થિતિમાં પાણીનો વેડફાટ ન થાય અને આ પાણીનો સંગ્રહ કરી શકાય તે પ્રકારે કામગીરી થવી જોઇએ.

Post Comments