Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક રખડતાં પશુને પકડવાનો ખર્ચ સાત હજાર રૃપિયા અને દંડ બે હજાર!

- કોર્પોરેશનમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘું..

- ઢોરપકડ પાર્ટીના ૩ર કર્મચારીની ટીમ પેટે મહિને સાત લાખ રૃપિયાનો ખર્ચ થઈ રહયો છે

ગાંધીનગર, તા. 16 મે 2018, બુધવાર

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા વકરી છે ત્યારે કોર્પોરેશન દ્વારા ઢોરપકડ પાર્ટીની મદદથી આ પશુઓને પકડવામાં આવી રહયા છે પરંતુ તેમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘું તેવો ઘાટ ઘડાયો છે કેમકે ૩ર કર્મચારીઓની ઢોરપકડ પાર્ટી પેટે મહિને સાત લાખ રૃપિયાનો ખર્ચ થાય છે અને એક પશુ દીઠ બે હજારનો દંડ વસુલાય છે એટલે એક પશુ પાછળ સાત હજારનો ખર્ચ અને દંડ ફકત બે હજાર રૃપિયાનો. જેથી હવે આ કામગીરી કોઈ આઉટ સોર્સીંગ એજન્સીને સોંપી દેવાનો વિચાર કરવામાં આવી રહયો છે.

ગાંધીનગર શહેર હરીયાળું હોવાથી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના પશુઓ ચારા માટે ગાંધીનગર તરફ આવતાં હોય છે જેના કારણે શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા વકરી છે. શહેરમાં આ પશુઓને પકડવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરપકડ પાર્ટી બનાવવામાં આવી છે અને સે-૩૦માં ડમ્પીંગ સાઈટ પાસે ઢોરવાડો પણ તૈયાર કરાયો છે. આ ઢોરપકડ પાર્ટી દ્વારા રોજના ચારથી પાંચ એમ મહિને સરેરાશ ૧૦૦ જેટલા પશુઓ પકડવામાં આવે છે.

ઢોરપકડ પાર્ટીના ૩ર જેટલા કર્મચારીઓનો કાફલો છે. જેનો તમામ ખર્ચ મહિને સાત લાખ રૃપિયા જેવો થવા જાય છે એટલે એક પશુ પકડવાનો ખર્ચ સાત હજાર રૃપિયા જેવો થઈ જાય છે તેની સામે આ રખડતાં પશુઓને છોડી મુકવા દંડ પેટે વસુલાતી રકમ બે હજાર રૃપિયા લેવાય છે માટે કોર્પોરેશનમાં ઘાટ કરતાં ઘડામણ મોંઘુ જેવો ઘાટ ઘડાયો છે.

બીજી બાજુ ઘણીવાર કોર્પોરેશનની ઢોરપકડ પાર્ટી પશુઓને પકડી ઢોરવાડા સુધી પહોંચે ત્યાં સુધીમાં માલધારીઓ દ્વારા તેમને છોડાવી જવાની ઘટનાઓ પણ બનતી હોવાથી ખર્ચ ઘણીવાર માથે પડે છે. ત્યારે આવી સ્થિતિમાં કોર્પોરેશનમાં આર્થિક ભારણ ઘટાડવા માટે ઢોરપકડ પાર્ટીનું કામ આઉટ સોર્સીંગ એજન્સીને સોંપવા માટેનો પણ વિચાર થઈ રહયો છે જો કે તેમાં પણ દર વખતની જેમ કોઈ રાજકીય નેતાના ઈશારે સેટીંગ કરીને એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવશે અને કર્મચારીઓ વધુ બતાવી પગાર ઉધારાશે.

Post Comments