Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નગરજનો ઉંધીયું અને જલેબીની લહેજત સાથે ઉતરાયણને ઉજવશે

- લીલવાની કચોરી, સમોસા સહિત અન્ય ફરસાણની ડિમાન્ડ વધશે

ગાંધીનગર, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

ગુજરાતમાં દરેક પર્વની સાથે ચટાકેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ આરોગવાની અનોખી પરંપરા છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં પતંગ ઉડાડવા ઉપરાંત ઉંધીયું અને જલેબી આરોગીને લોકો પર્વની ઉજવણી કરતાં હોય છે. ઉપરાંત ઉત્તરાયણમાં કચોરી સમોસા અને વિવિધ જાતની સીંગની તેમજ તલની ચિક્કી આરોગીને આ પર્વને ઉત્સાહપૂર્વક ઉજવશે.

ઉત્તરાયણના પાવન પર્વમાં દાન પૂણ્યની સાથે સાથે પતંગદોરીના પેચ લડાવવાની પણ અનોખી મજા હોય છે. ઉપરાંત લોકો આ પર્વમાં સમગ્ર દિવસ દરમ્યાન ધાબા ઉપર પતંગ દોરીની મજાની સાથે વિવિધ પ્રકારના ફરસાણ તેમજ ચિક્કી, બોર, જામફળ, શેરડી સહિત ઉંધિયુ અને જલેબી ખાવાનું પણ ચુકતાં નથી.

ત્યારે ગાંધીનગર શહેરમાં ૧૪મીએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે નગરજનો દ્વારા પરંપરાગત રીતે ઉંધીયું-જલેબીની સાથે લીલવાની કચોરી-સમોસા અને અન્ય ફરસાણ ઝાપટીને પતંગ ચગાવવાના ઉત્સાહને સ્વાદિષ્ટ પણ બનાવવામાં આવશે.  આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન તલ-સીંગની ચીકી, બોર-જામફળ અને શેરડી આરોગીને પતંગ રસિયાઓ ઉત્તરાયણના ઉલ્લાસમાં વધારો કરશે.

Post Comments