Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલા પ્રમુખના રોટેશનની વાતથી પંચાયતમાં ઉત્તેજના

- જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે અઢી વર્ષની ટર્મ તા.૨૨ જુને પુરી થશે

- કોંગ્રેસની ૧૨માંથી ૪ મહિલા સદસ્યાઓ રેસમાં

ગાંધીનગર, તા. 16 મે 2018, બુધવાર

ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખની અઢી વર્ષની ટર્મ આગામી તા. ૨૨મી જુને પુર્ણ થવા જઇ રહી છે ત્યારે જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે એક બાજુ કોંગી સભ્યો અંદરો અંદર લડી રહ્યા છે અને પ્રદેશના નેતા સાથે લોબીંગ પણ શરૃ કરી દીધું છે તેવી સ્થિતિમાં હવે સરકાર તરફ પંચાયત વિભાગ દ્વારા રોટેશનના ભાગરૃપે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક મહિલાને આપવા માટે ગતીવીધી ચાલી રહી છે જેના કારણે જિલ્લા પંચાયતનું રાજકારણ ફરી ગરમાયું છે અને હવે કોંગ્રેસની ૧૨ મહિલા સદસ્યા પૈકી ચાર મહિલાઓ તો પ્રદેશના આંટાફેરા પણ શરૃ કરી દીધા છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં હાલની સ્થિતિએ કોંગ્રેસ પાસે કુલ ૨૩ સભ્યો છે જ્યારે ભાજપ પાસે સાત સભ્યો છે. આમ, કુલ ૩૦ બેઠકની જિલ્લા પંચાયતમાંથી ૧૨ મહિલા સભ્યો કોંગ્રેસના ખેમામાં છે ત્યારે હવે જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખની અઢી વર્ષની ટર્મ પુર્ણ થવા જઇ રહી છે એટલે કે, આગામી તા. ૨૨મી જુને જિલ્લા પંચાયત પ્રમુખ રામાજી ઠાકોરની ટર્મ પુરી થઇ રહી છે તેવી સ્થિતિમાં કોંગ્રેસમાં પ્રમુખની રેશ લગાવવા માટે આંતરિક રાજકારણ ગરમાયું છે જેમાં મુખ્ય તમામ સભ્યો પ્રમુખ બનવા માટે પ્રદેશના નેતાઓ તેમજ પોતાના ગોડફાધરના શરણે થઇ ગયા છે ત્યારે હવે પંચાયતના પ્રમુખ માટે રોટેશન બદલાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મહિલા જનરલ સીટ આવે તેમ છે જેના કારણે પ્રમુખ માટેના રાજકારણના સમિકરણો પાછા ફેરવાયા છે અને મહિલા સદસ્યા તથા તેમના પતિ દ્વારા હવે પ્રમુખ બનવા માટે લોબીંગ શરૃ કરી દેવામાં આવ્યું છે. જો કે, હાલની સ્થિતિએ તો રોટેશનમાં મહિલા પ્રમુખનો હોદ્દો એ ફક્ત વાત જ છે વિધિવત પરિપત્ર સરકાર તરફથી થયો નથ તેમ છતા ચાર મહિલા સદસ્યાઓ કોંગ્રેસ તરફથી રેશમાં હોવાની વાત સામે આવી રહી છે.

Post Comments