Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગરમાં સ્વાઇનફ્લૂનો પુનઃ પગપેસારોઃયુવતી પોઝિટિવ આવી

ગાંધીનગર, તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

ગાંધીનગર શહેરમાં સ્વાઇનફ્લૂનો ચાલુ સિઝનનો પ્રથમ કેસ નોંધાયો છે. રોગચાળાની દહેશત્ વચ્ચે સે-૧૩માં પોતાના પિયરે આવેલી યુવતી સ્વાઇનફ્લૂ પોઝિટિવ આવતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.તો તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ પણ કરી હતી પણ કોઇ શંકાસ્પદ લક્ષણો કોઇનામાં જણાયા ન હતા.

ભેજવાળી અને ઠંડી આબોહવાને કારણે છેલ્લા ઘણા દિવસોથી બીનઆરોગ્યપ્રદ ઋતુ શરૃ થઇ છે જેને લઇને આરોગ્ય વિભાગે તમામ જિલ્લાને સ્વાઇનફ્લૂને લઇને એલર્ટ રહેવા માટે સુચના આપી હતી.ત્યારે ગાંધીનગર સિવિલમાં પણ આયસોલોશન વોર્ડ તૈયાર કરી રાખવામાં આવ્યો હતો અને ત્યાં દર્દીને અલાયદી સારવાર માળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન ગઇકાલે સાંજને સમયે શરદી-ખાંસી અને તાવ સહિત ગળામાં બળતરાથી પિડાતી ૩૨ વર્ષિય યુવતી શંકાસ્પદ જણાતા ફરજ પરના તબીબે તેણીનો એચવનએનવનનો રીપોર્ટ કરાવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો છે.

દર્દીની સારવાર સઘન કરી દેવામાં આવી છે તો તેણીના રહેણાંક વિસ્તારની આસપાસ તેમજ તેણીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી છે પરંતુ તેમાંથી કોઇને પણ શંકાસ્પદ લક્ષણ નથી.આ યુવતી પોતાના સાસરે ભોયણ રાઠોડ ગામમાં રહેતી હતી અને છેલ્લા કેટલાક દિવસોથી જ પિયર સેક્ટર-૧૩માં રહેવા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સિઝનનો આ પ્રથમ પોઝિટિવ કેસ ગણાવામાં આવે છે ત્યારે પુનઃ સક્રિય થયેલા સ્વાઇનફ્લૂના વાયરસ સામે સાવચેતી રાખવા માટે તંત્રએ સલાહ આપી છે.

ભેજવાળી અને ઠંડી સીઝનમાં એચવનએનવન વાયરસ પુનઃ આક્રમક બનશે
બદલાયેલી ઋતુને પગલે સ્વાઇનફ્લૂનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત્
જિલ્લાના સરકારી અને ખાનગી હોસ્પિટલના તબીબોને એલર્ટ કરાયાઃશંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના ટેસ્ટ કરાવવા સુચના
ગાંધીનગર,બુધવાર
ઓખી વાવાઝોડાના કારણે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતનું વાતાવરણ પટલાઇ ગયું છે. વરસાદી માહોલ વચ્ચે હાડ થીજવતી ઠંડી પડી રહી છે.આમ, બીનઆરોગ્યપ્રદ ઋતુમાં સ્વાઇનફ્લૂના એચવનએનવન વાયરસ ફરી સક્રિય થઇ ગયા છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના તબીબોને આ સંભવીત રોગચાળા અંગે તાજેતરમાં એલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં તાવ, કફ અને શરદી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરાવીને તેમને ટેમીફ્લૂની દવા આપવા માટેનું સુચન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

ગત ચોમાસાની સીઝનમાં સતત વરસાદ પડયા બાદ સમગ્ર રાજ્યમાં રોગચાળાની ગંભીર સ્થિતિ ઉભી થઇ હતી જેમાં સ્વાઇનફ્લૂનો અતિચેપી રોગચાળો જીવલેણ પણ સાબીત થયો હતો.સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી ૩૦ જેટલા વ્યક્તિઓએ સ્વાઇનફ્લૂના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે સ્વાઇનફ્લૂનો ફેલાવો કરતા એચવનએનવન વાયરસને યારી આપતી ફેવરીત સીઝન હાલ ચાલી રહી છે.

એક બાજુ ભેજવાળી આબોહવા છે તો બીજીબાજુ ઠંડી પડી રહી છે આ બન્નેને કારણે બીનઆરોગ્યપ્રદ ઋતુ ઉભી થઇ છે જેમાં એચવનએનવન વાયરસ વધુ આક્રમક બનશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે જેને લઇને તમામ જિલ્લાના આરોગ્ય તંત્રને સાબદું રહેવા માટે લેખીતમાં આદેશ કરવામાં આવ્યો છે.જેને લઇને ગાંધીનગર જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા તાજેતરમાં આ સંભીવત રોગચાળાને લઇને ખાસ બેઠક પણ બોલાવી હતી. જેમાં જિલ્લાના સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો ઉપરાંત ખાનહી હોસ્પિટલ અને ક્લિનીકમાં પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા તબીબોને પણ આ રોગચાળા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા .એટલુ જ નહી,ં આ રોગના લક્ષણો ઉપરાંત રોગચાળાની ગાઇડલાઇન અંગે પણે તેમને સમજ આપવામાં આવી હતી.

શરદી,ખાંસી અને તાવથી પીડાતા દર્દીનો એચવનએનવન ટેસ્ટ કરાવવો અને પોઝિટિવ દર્દીની જિલ્લા કક્ષાએ સરનામા સહિત જાણ કરવા અંગે પણ ખાનગી તબીબોને સુચના આપવામાં આવી હતી. તો બીજીબાજુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઉપરાંત આરોગ્ય કેન્દ્રોમાં પણ આ સંભવીત રોગચાળાને પહોંચી વળવા માટે પુરતા પ્રમાણમાં ટેમીફ્લૂ દવાનો સ્ટોક છે કે નહીં તે અંગે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તો સિવિલમાં ખાસ આયસોલેશન વોર્ડ સજ્જ કરવા પણ સુચના આપવામાં આવી છે.

Post Comments