Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગરમીમાં પણ સ્વાઇનફ્લૂનો દર્દી મળ્યોઃતંત્રમાં દોડધામ

- ચાલુ સિઝનમાં સેક્ટર-૨૧માંથી બીજો કેસ પ્રકાશમાં આવ્યો

- ૪૬ વર્ષિય આધેડ સપડાયાં

ગાંધીનગર,બુધવાર તા. 10 મે 2017
આકરી ગરમીમાં હીટવેવ અને પાણીજન્ય બીમારીઓના દર્દીઓમાં સામાન્યરીતે વધારો થતો હોય છે પરંતુ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ એચવનએનવન વાયરસ સક્રિય થયો છે અને અતિચેપી આ વાયરસને સક્રિય થતા આકરી ગરમીમાં પણ ગાંધીનગર જિલ્લામાંથી સ્વાઇનફ્લૂના કેસ મળી રહ્યા છે. અગાઉ માણસામાં એક યુવાનનું મોત નિપજ્યા બાદ આજે સેક્ટર-૨૧માં રહેતા આધેડ આ જીવલેણ બીમારીમાં સપડાયા છે. જો કે, હાલ આ એચવનએનવન પોઝિટિવ દર્દીની તબીયત સુધારા ઉપર હોવાનો આરોગ્ય તંત્રએ દાવો કર્યો છે.

પાંચ વર્ષ પહેલા વિદેશથી ભારતમાં આવેલા એચવનએનવન વાયરસને 'રાજ' રોગ માનવામાં આવતો હતો. તે વખતે પરદેશ જઇને આવ્યા હોય કે તેમના સંપર્કમાં આવ્યા હોય તેવા વ્યક્તિઓને જ આ એચવનએનવન પોઝિટિવ એટલે કે, સ્વાઇનફ્લૂ થતો હતો ત્યાર બાદ આ વાયરસ જાણે ભારતમાં જ ઘર કરી ગયો હોય તેમ સ્થાનિકોને થતો હતો. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં જીવલેણ અને અતિચેપી  એચવનએનવન વાયરસ સક્રિય થતા હતા અને ગાંધીનગરમાં જિલ્લામાં અગાઉ આ વાયરસના ચેપને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે ત્યારે ૪૪ ડિગ્રીની આકરી ગરમીમાં સ્વાઇનફ્લૂનો આ વાયરસ પુનઃ સક્રિય થતા હવે આરોગ્ય તંત્ર મુંઝવણમાં પડયું છે. એટલુ જ નહીં, ગાંધીનગર જિલ્લામાં અગાઉ આકરી ગરમી વચ્ચે માણસાના એક યુવાનનું મોત નિપજ્યા બાદ ગાંધીનગર શહેરના સેક્ટર-૨૧ંમાં રહેતા ૪૬ વર્ષિય આધેડ સ્વાઇનફ્લૂ પોઝિટિવ આવ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, તાવ સહિતની તકલીફોને કારણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીનો  ત્યાના ડોક્ટરોએ એચવનએનવન રીપોર્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો છે.જેની જાણ સ્થાનિક આરોગ્ય તંત્રને થતા તંત્ર દોડતુ થઇ ગયું હતું અને દર્દીના સંપર્કમાં આવેલા ૧૨ જટેલા વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું.

જો કે, અન્ય કોઇનામાં શંકાસ્પદ લક્ષણો જણાયા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ સિઝનમાં ગાંધીનગર શહેરમાં બે કેસ નોંધાયા છે અને આ બન્ને દર્દીઓ સે-૨૧ના છે. જેમાં અગાઉ બે વર્ષનો બાળક પણ પોઝિટિવ આવ્યો હતો.

Post Comments