Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફાયર સેફટીના એનઓસી વગર ધમધમતી : છ હોટલના લાયસન્સ રદ કરાયાં

- એનઓસી નહીં મેળવવામાં આવે તો હોટલ સીલ કરી દેવા સુધીના પગલાં ભરવાની પ્રાંત અધિકારીની ચીમકી

ગાંધીનગર, તા.16 એપ્રિલ 2018, સોમવાર

ગાંધીનગર જિલ્લામાં હોટલ ઉદ્યોગ વિસ્તરયો છે ત્યારે તેના સંચાલકો દ્વારા તંત્રના વિવિધ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં લાયસન્સ લીધા વગર તેમજ કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર વગર ચાલતી હોટલો સામે તંત્ર દ્વારા તવાઈ લાવવાનું શરૃ કરવામાં આવ્યું છે ત્યારે છ જેટલી હોટલો દ્વારા ફાયર સેફટીના કોઈ નિયમોનું પાલન નહીં કરી એનઓસી લેવામાં આવ્યું નહોતું આ સંદર્ભે ફાયર ઓફીસરની દરખાસ્તને આધારે ગાંધીનગર પ્રાંત અધિકારી દ્વારા તેમના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. હવે ટુંક સમયમાં આ હોટલના સંચાલકો દ્વારા એનઓસી નહીં મેળવવામાં આવે તો તંત્ર દ્વારા હોટલ સીલ કરવા સુધીના પગલાં પણ ભરવામાં આવનાર છે.

ગાંધીનગર આસપાસ પસાર થતાં હાઈવે માર્ગો ઉપર હાલ મોટા પ્રમાણમાં હોટલો શરૃ થઈ ગઈ છે. ખેતીની જમીનમાં શરૃ થયેલી આ હોટલો સામે આગામી સમયમાં તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવીને કડક પગલાં ભરવાનું શરૃ કરવામાં આવનાર છે. ત્યારે જે હોટલો દ્વારા પ્રાંત અધિકારી પાસેથી લાયસન્સ મેળવી લેવામાં આવ્યા છે પરંતુ દર વર્ષે નિયમ મુજબ જરૃરી પ્રમાણપત્ર મેળવવાના હોય છે નહીં મેળવનાર હોટલ સામે પણ પગલાં ભરવાનું શરૃ કરવામાં આવ્યું છે.

મુંબઈમાં તાજેતરમાં જ હોટલમાં લાગેલી આગની ઘટનામાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા હતા ત્યારે ગાંધીનગરમાં પણ ફાયર તંત્રના નિયમોનું પાલન કર્યા વગર હોટલો ધમધમી રહી છે. જે સંદર્ભે ફાયરની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ અંતર્ગત આ હોટલો દ્વારા કોઈ એનઓસી મેળવવામાં આવ્યું નહોતું અને હોટલમાં જરૃરી સાધનો પણ લગાડવામાં આવ્યા નહોતા. જે સંદર્ભે ફાયર ઓફીસર મહેશ મોડ દ્વારા પ્રાંત અધિકારીને દરખાસ્ત કરી આ હોટલો સામે કડક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

જે દરખાસ્તના પગલે ગાંધીનગરના પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઈ દ્વારા ફાયર સેફટીના એનઓસી વગર ધમધમતી છ હોટલોના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે જેમાં વૃંદાવન ગાર્ડન રેસ્ટોરન્ટ-નભોઈ, સેવરી રેસ્ટોરેન્ટ-સરગાસણ, ગ્રાન્ડ પ્રિતમ-કુડાસણ, બેસ્ટ વેલી-કુડાસણ, જયક્રિષ્ના હોટલ-કોબા અને હોટલ કાનન-ભાટનો સમાવેશ થાય છે. આ હોટલના સંચાલકોનું લાયસન્સ રદ કર્યાનું લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં આ હોટલ દ્વારા એનઓસી નહીં મેળવવામાં આવે તો તેમની હોટલને સીલ કરી દેવા સુધીના પગલાં ભરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
 

Post Comments