Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિન્ઝો આબે આજે પાટનગરના મહેમાન

- ઈન્દિરા બ્રીજથી મહાત્મા મંદિર સુધી વડાપ્રધાન મોદીની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે

- મહાત્મા મંદિર ખાતે બન્ને દેશના વડાપ્રધાનની હાજરીમાં કાર્યક્રમ યોજાશે

- અભૂતપૂર્વ સલામતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ

ગાંધીનગર, બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017
અમદાવાદ ખાતે બુલેટ ટ્રેનના ખાત મુહુર્ત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ઈન્દિરાબ્રિજ થઈ ગાંધીનગર પધારવાના છે ત્યારે તેમના આગમનને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઈન્દિરા બ્રિજથી મહાત્મા મંદિર સુધી દસ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો બાળકોને માર્ગ ઉપર ઉભા રાખી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે જેના પગલે ગાંધીનગરને પોલીસ કિલ્લેબંધીમાં ફેરવી દેવાયું છે. એટલું જ નહીં શહેરમાં ૧૫૦૦થી વધુ પોલીસ જવાનોનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. બન્ને દેશના વડાપ્રધાનોની હાજરીમાં મહાત્મા મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. થ્રીલેયર સુરક્ષા વચ્ચે પાટનગરમાં અનેરો માહોલ જોવા મળી રહયો છે.

અમદાવાદ ખાતે બુલેટ ટ્રેનના ખાત મુહુર્ત પ્રસંગે હાજરી આપવા માટે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે પધારી ચુકયા છે અને આવતીકાલે તેઓ ગાંધીનગરના મહેમાન બનવાના છે ત્યારે તેમની આગતાસ્વાગતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જો કે આજે રાત્રે ભારતના વડાપ્રધાન રાજભવનમાં રોકાણ કરવાના હોવાથી ત્યાં વિશેષ સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે બુલેટ ટ્રેનનું ખાત મુહુર્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે શિન્ઝો આબે ઈન્દિરા બ્રીજથી ગાંધીનગર આવવાના છે જેના પગલે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિની ઝાંખી કરાવતાં કાર્યક્રમો દસ સ્થળે યોજાવાના છે જેમાં શહેર જિલ્લાની શાળાઓના ત્રણ હજાર જેટલા બાળકોને આ મહાનુભાવોના સ્વાગત માટે માર્ગો ઉપર ઉભા રાખવામાં આવશે.

આ મહાનુભાવોની મુલાકાતને લઈ ગાંધીનગરને થ્રીલેયર સુરક્ષા વ્યવસ્થામાં સજ્જ કરી દેવામાં આવ્યું છે. ક્યાંય પણ કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે ૧પ૦૦થી વધુ પોલીસ અને બે હજારથી વધુ એસઆરપી જવાનોને ફરજ સોંપવામાં આવી છે. ઈન્દિરા બ્રીજથી મહાત્મા મંદિર સુધીના માર્ગ ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ આ વિસ્તારોમાં સઘન સફાઈ અભિયાનની સાથે ઢોરપકડ ઝુંબેશને પણ વધુ તેજ બનાવી દેવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે યોજાનારી ભારત જાપાન સમિટના પગલે આ વિસ્તારને થ્રી લેયર સુરક્ષામાં કેદ કરી લેવામાં આવશે. અધિકૃત પાસ વગર કોઈને પણ મહાત્મા મંદિર તરફ પ્રવેશવા દેવામાં નહીં આવે. જિલ્લા તંત્રની સાથે રાજ્યની તમામ એજન્સીઓ પણ કામગીરીમાં વ્યસ્ત બની છે.

ખ-માર્ગને વાહન વ્યવહાર માટે આજે બંધ કરી દેવાશે
સવારના સમય માટે ગાંધીનગર-કોબા હાઈવેમાં વાહનચાલકોને સર્વિસ રોડ વાપરવો પડશે

ગાંધીનગર,બુધવાર
મહાત્મા મંદિર ખાતે યોજાનારી ભારત જાપાન સમિટમાં હાજરી આપવા બન્ને દેશના વડાપ્રધાન આવતીકાલે મહાત્મા મંદિર પધારવાના છે ત્યારે તેમની સુરક્ષાને લઈ ખ-માર્ગને આવતીકાલે બંધ કરી દેવામાં આવશે.એટલું જ નહીં આ મહાનુભાવો ઈન્દિરાબ્રિજથી રોડ શો કરી મહાત્મા મંદિર આવવાના છે જેથી સવારના સમયે આ માર્ગ ઉપર પણ વાહનચાલકોને સર્વિસ રોડનો ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આવતીકાલે મહાત્મા મંદિર ખાતે ભારત જાપાન સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે પણ હાજર રહેવાના છે. આ બન્ને મહાનુભાવોની હાજરીને લઈ ગાંધીનગરમાં થ્રીલેયર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. ત્યારે મહાત્મા મંદિર ખાતે યોજાનારી આ સમિટને પગલે ખ-માર્ગને આવતીકાલે બંધ કરી દેવામાં આવશે. જેથી સ્થાનિકોએ અન્ય માર્ગનો ઉપયોગ કરવાની તાકીદ કરવામાં આવી છે તો સવારના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબે ઈન્દિરાબ્રિજથી મહાત્મા મંદિર સુધી વિવિધ સાંસ્કૃતિક ઝાંખી નિહાળતાં નિહાળતાં આવવાના છે. જેથી આ માર્ગ ઉપર પણ સવારે વાહનચાલકોએ સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડશે.

બન્ને દેશના વડાપ્રદાન દાંડી કુટીરની પણ મુલાકાત લેશે
દાંડી કુટીરમાં મહાત્મા ગાંધીના સંસ્મરણોનું દ્રશ્ય-શ્રાવ્ય નિદર્શન કરશેઃમહાત્મા મંદિરમાં ભોજન કરશે

ગાંધીનગર,બુધવાર
ભારત અને જાપાનના વડાપ્રધાન ગુરૃવારે ગાંધીનગરમાં આવવાના છે ત્યારે મહાત્મા મંદિરમાં ગયા પહેલા આ બન્ને દેશના વડાપ્રધાન દાંડી કુટીરની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ ગાંધીજીના સંસ્મરણોનું દ્રશ્ય-શ્રાવ્ય નિદર્શન કરશે તેમજ ગાંધી મુલ્યોનું પણ પ્રદર્શન નિહાળશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે આવતીકાલે ગાંધીનગરના મહેમાન બનવાના છે. મહાત્મા મંદિરે ભારત-જાપાન એન્યુઅલ સમિટમાં હાજરી આપવા આવી રહેલા આ બન્ને વડાપ્રધાન મહાત્મા મંદિરની નજીક આવેલી દાંડી કુટીરની પણ મુલાકાત લેશે જ્યો તેઓ ગાંધીજીના મુલ્યોને સાંચવીને રાખવામાં આવેલા પ્રદર્શનને નિહાળશે તેમજ આઝાદી વખતની ગાંધીજીની ભુમિકાને દ્રશ્ય-શ્રાવ્ય સ્વરૃપે નિદર્શન કરશે.ત્યાર બાદ બન્ને વડાપ્રધાન મહાત્મા મંદિરના કાર્યક્રમમાં જશે અને ત્યાર બાદ બપોરનું ભોજન મહાત્મા મંદિરમાં જ કરશે.

Post Comments