Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગરમાં LED સ્ટ્રીટલાઇટથી મહિને રૃપિયા આઠ લાખની બચત

- મુખ્ય અને આંતરિક માર્ગ સહિત કુલ ૧૮ હજાર પોલ

- અગાઉ મહિને સરેરાશ ૩૦ લાખથી વધુનું લાઇટબીલ આવતું હતું:વર્ષે કરોડ રૃપિયાની બચતની શક્યતા

ગાંધીનગર,તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અજવાળું પથરાય અને વીજળીની પણ બચત થાય તે હેતુંથી નગરના મુખ્ય અને આંતરિત તમામ માર્ગો ઉપર ૧૮ હજાર જેટલી સ્ટ્રીટલાઇટો બદલીને એલઇડી કરી દેવામાં આવી છે. જેના કારણે વીજબીલમાં પણ ઘટાડો થયો છે. અગાઉ રૃપિયા ૩૦ લાખ જેટલુ માસિક વીજબીલ આવતું હતું જેમાં આઠ લાખનો ઘટાડો નોંધાયો છે જેને લઇને વાર્ષિક રૃપિયા એક કરોડ રૃપિયાની બચત વીજબીલમાં થશે તેવી શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તમામ સ્ટ્રીટલાઇટો બદલીને ત્યાં એલઇડી ફીટ કરી દેવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં પ્રથમતબક્કામાં આડા માર્ગો અને ત્યાર બાદ મુખ્ય માર્ગો ઉપર એલઇડી લાઇટ ફીટ કરવામાં આવી હતી. તો બીજાતબક્કામાં સેક્ટરોના આંતરિક માર્ગોના પોલ પણ બદલીને ત્યાં નાની એલઇડી નાંખવામાં આવી છે. જેને લઇને ગાંધીનગરમાં રાત્રીના સમયે એક સરખો સફેદ રંગનો પ્રકાશ પથરાયેલો જોવા મળે છે. તો સરકારે એલઇડીની કંપની સાથે કરેલા કરાર મુજબ લાઇટ બીલમાં સતત ઘટાડો થશે તો જ આ લાઇટો ચાલુ રાખવામાં આવશે નહીંતર અગાઉની જેમ જ સામાન્ય બલ્બ ફીટ કરવામાં આવશે.

 ત્યારે લાઇટબીલ ઉપર નજર કરીએ તો એલઇડી લાઇટો ફીટ કર્યા પહેલા સ્ટ્રીટલાઇટનું નગરમાં માસિક સરેરાશ ૩૦ લાખ રૃપિયા જેટલુ વીજબીલ આવતું હતું તે ઘટીને હવે ૨૨ લાખ આવે છે.જેના પગલે માસિક રૃપિયા આઠ લાખની બચત વીજબીલમાં થઇ રહી છે તો આ પ્રમાણે વાર્ષિક હિસાબ લગાવીએ તો લગભગ રૃપિયા એક કરોડ જેટલુ વીજબીલમાં બચત થાય તેમ છે. આ સાથે વીજળીની પણ ઓછો ઉપયોગ થશે. 

વીજબીલ ઘટાડવા માટે બંધ લાઇટો રીપેર કરાતી નથી !
ગાંધીનગર,બુધવાર
ગાંધીનગર શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તમામ સ્ટ્રીટલાઇટના પોલ ઉપર એલઇડી લાઇટ ફિટ કરવામાં આવી છે અને સતત ચાર વર્ષ વીજબીલમાં ઘટાડો થાય તો જ એજન્સીને સોંપવામાં આવેલા કામના નાણાં ચુકવાશે તેવી શરત પણ કોન્ટ્રાક્ટ કરતી વખતે કરવામાં આવી છે ત્યારે ગાંધીનગરમાં માસિક વીજબીલમાં રૃપિયા આઠ લાખનો ઘટાડો તો થયો છે પરંતુ સામે ગાંધીનગર શહેરની ઘણી સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં પણ જોવા મળી રહી છે જે પહેલા જે ઝડપે રીપેર થતી હતી તે ઝડપે હાલની સ્થિતિએ રીપેર નહીં થતી હોવાનું વસાહતીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. જેટલો દિવસો સ્ટ્રીટલાઇટો બંધ રહે તેટલો સમય જે તે સ્ટ્રટલાઇટનું બીલ આવવાનું નથી અને તેનો આડકતરો લાભ એજન્સીને જ થવાનો છે. ?

Post Comments