Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પક્ષ વિરૃધ્ધ પ્રવૃતિની સીધી મને જાણ કરોઃઅમીત શાહ

- ભાજપના શક્તિ કેન્દ્રોના સંચાલકોની મીટીંગ

- પાર્ટીએ કોઈ કાર્યકરને અન્યાય નથી કર્યો માટે પક્ષ વિરૃધ્ધ કામ કરનારાઓએ પોતાનો ઈતિહાસ જોઈ લેવો

ગાંધીનગર, તા. 13 નવેમ્બર, 2017, સોમવાર

ગાંધીનગર ટાઉનહોલમાં ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે શક્તિ કેન્દ્રોના સંચાલકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે કાર્યકરોને સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે ટીકીટની ફાળવણી બાદ પક્ષ વિરૃધ્ધ કામ કરનાર નેતાઓની સીધી જ જાણ મને કરજો. તો ભાજપના કાર્યકરો જ તેમના પરિવાર સાથે બપોર પહેલા મતદાન કરી દેશે તો ભાજપ આપોઆપ જીતી જશે. પરંતુ ૧પ૦થી વધુ બેઠક મેળવવા માટે લોકોના ઘરેઘરે જઈને તેમને મતદાન કરવા માટે સમજાવવું પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ચૂંટણીમાં ૧૫૦થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારે તેને સિધ્ધ કરવા માટે ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જિલ્લાઓમાં જઈને શક્તિ કેન્દ્રોના સંચાલકો સાથે બેઠક કરી રહયા છે.

ગઈકાલે ગાંધીનગર ટાઉનહોલ ખાતે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના શક્તિ કેન્દ્રોના સંચાલકોની યોજાયેલી બેઠકમાં અમીત શાહે કેવી રીતે ૧૫૦થી વધુ બેઠક મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારો જાહેર કરીને ફોર્મ ભરી પ્રચાર કરી પરિણામની રાહ જોઈ લઈશું તો પણ ૧૧૮થી વધુ સીટો આવી જશે પરંતુ આ વખતે ગુજરાતમાં ૧પ૦થી વધુ બેઠક લાવવાની છે માટે બુથ મેનેજમેન્ટ વધુ મજબુત કરી વધુને વધુ ભાજપ તરફ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવાના છે.

૧૮ર સીટ માટે૭૨૦૦થી વધુ કાર્યકરોએ ટીકીટ માંગી છે ત્યારે તેમણે પક્ષ વિરૃધ્ધ કરવાનું ઈચ્છતાં નેતાઓ અને કાર્યકરોને પણ જાણે ગર્ભીત ચીમકી આપી હોય તેમ કહયું હતું કે ઉમેદવાર જાહેર થઈ ગયા બાદ જો કોઈ નેતા પક્ષ વિરૃધ્ધ પ્રવૃતિ કરવાનું કહે કે કરતો જણાય તો તેની સીધી જ જાણ મને કરજો. પાર્ટીએ ક્યારેય કોઈ કાર્યકરને અન્યાય કર્યો નથી તમે ઈતિહાસમાં નજર નાંખી લેજો તો ખબર પડશે કે તમે કયા હતા અને પાર્ટીએ તમને શું આપ્યું છે. જો કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની આ ગર્ભીત ચીમકીના કારણે ગાંધીનગર જિલ્લામાં પણ પાર્ટી વિરૃધ્ધ કામ કરવાનું વિચારનારા કાર્યકરો અને નેતાઓ હવે કામે લાગશે તેવું લાગી રહયું છે.

Post Comments