Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રથયાત્રામાં ૭૫ મણ મગનો પરંપરાગત અને પૌષ્ટિક પ્રસાદ

- ફણગાવેલા મગ ઉપરાંત ૧૦૦ કિલો કાકડી અને ૮૦ કિલોથી વધુ જાંબુનો પ્રસાદ અપાશે

ગાંધીનગર,11 જૂલાઇ 2018 બુધવાર

ગાંધીનગરમાં રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગાંધીનગર રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રામાં પ્રસાદની તૈયારી પણ થઇ ગઇ છે.જેમાં આ વખતે રથયાત્રા દરમિયાન ૧૫૦૦ કિલો મગનો પરંપરાગત અને પોષ્ટિક પ્રસાદ આપવામાં આવશે. ફણગાવેલા મગની ધાર્મિક માન્યતાની સાથે વૈજ્ઞાાનિક અભિગમ પણ રહેલો છે.  તો આ ઉપરાંત ૧૦૦ કિલો કાકડી અને ૮૦ કિલો જેટલા જાંબુ પણ પ્રસાદમાં અપાશે.

ગાંધીનગરની સ્થાપના બાદ ૧૯૮૫ થી શહેરમાં રથયાત્રા સમિતિ દ્વારા નિકાળવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. જેમાં ગાંધીનગરમાં ૩૪ વર્ષથી નિકળતી રથયાત્રા આગામી તા.૧૪મીએ  ૩૫મા વર્ષમાં પ્રવેશસેે ત્યારે રથયાત્રામાં જોડાનાર ભક્તોને રથયાત્રાના આ દિવસે ભગવાન જગન્નાથ દર્શન તો આપે જ સાથે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ગાંધીનગર રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગના પરંપરાગત પ્રસાદ માટે અગાઉથી જ તૈયારી શરૃ કરી દિધી છે.

રથયાત્રામાં ફણગાવેલા મગની ધાર્મિક માન્યતાઓ તો ઘણી છે પરંતુ આ ધાર્મિક માન્યતાઓની સાથે વૈજ્ઞાાનિક મહત્વ પણ રહેલુ છે.રથયાત્રા શ્રધ્ધાળુઓ ખેંચતા હોય છે ત્યારે આ શ્રધ્ધાળુઓની શારીરિક શક્તિ બની રહે તે માટે ખાસ મગનો પ્રસાદ હોય છે.  શક્તિવર્ધક અને પૌષ્ટિક ફળગાવેલા મગના પ્રસાદ માટે સમિતિ અને શહેરના ભજન તથા મહિલા મંડળો દ્વારા સફાઇ અને વીણાટની કામગીરી કરવામાં આવી હતી. આ વખતે ગાંધીનગરની આ રથયાત્રા દરમિયાન ૧૫૦૦થી પણ વધારે મગનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. તો આ ૭૫ મણ ફણગાવેલા મગના પ્રસાદ ઉપરાંત ૧૦૦ કિલો જેટલી કાકડી તેમજ ૮૦ કિલોથી વધારે જાંબુનો પ્રસાદ રથયાત્રા દરમિયાન આપવામાં આવશે.

Post Comments