Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખોટું સિગ્નલ આપી દેવાતાં વાવોલમાં કલાક સુધી રેલ્વે ફાટક બંધ રહયો

- ઈલેકટ્રીક લાઈન બંધ હોવા છતાં

- બન્ને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ગાંધીનગર, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ગાંધીનગર વાવોલ વચ્ચેથી પસાર થતાં રેલ્વે ટ્રેક આજે બપોરના સમયે એક કલાક સુધી બંધ રહયો હતો જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને બન્ને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આગળ ઈલેકટ્રીક લાઈન બંધ હોવા છતાં માલગાડીને ખોટુ સિગ્નલ આપી દેવાતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું સામે આવી રહયું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે રોડ નં.૩ ઉપરનું રેલ્વે ફાટક ખોટુ સિગ્નલ આપીને બંધ કરી દેવામાં આવ્યું હતું. આગળ રેલ્વે ટ્રેક ઉપર ભવ્ય હોટલ બની રહી હોવાના કારણે ઈલેકટ્રીક લાઈન અહીં બંધ કરવામાં આવી છે તેમ છતાં અમદાવાદ તરફથી આવી રહેલી માલગાડીને અહીંથી લીલીઝંડી આપવામાં આવી હતી. જેને લઈને માલગાડી આગળ વધી હતી પરંતુ ઈલેકટ્રીક સપ્લાય જ નહીં મળતાં ગાડી આગળ જઈને અટકી ગઈ હતી.

ટ્રેક ઉપર માલગાડી હોવાના પગલે ફાટક ખોલાય તેવી સ્થિતિ નહોતી અને ગાંધીનગરના રોડ નં.૩ ઉપર એટલે કે ગાંધીનગર વાવોલ વચ્ચે આવેલો ફાટક એક કલાક સુધી બંધ રાખવો પડયો હતો. બપોરે એક વાગ્યાના અરસામાં ફાટક બંધ રહેતાં ફાટકની બન્ને બાજુ વાહનનોનો ખડકલો થઈ ગયો હતો. ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન થઈગયા હતા. અંતે એન્જીન બોલાવીને માલગાડીને ધક્કો મરાયો હતો.

Post Comments