Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તો વિદેશી દારૃ વેચવાનું રેકેટ પકડાયું

- પેથાપુરમાં આવેલા સંજરી એવન્યુ પાર્કમાંથી

- એલસીબીની ટીમે દારૃની પપ બોટલ સાથે પ૬ હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી લીધા

ગાંધીનગર, તા. 16 મે 2018 2018, બુધવાર

ગાંધીનગરજિલ્લામાં હાલ વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે પેથાપુરના સંજરી એવન્યુમાં દરોડો પાડી મોંઘી બ્રાન્ડની દારૃની બોટલમાં સસ્તો વિદેશી દારૃ વેચવાનું કૌભાંડ પકડી પાડયું હતું અને દારૃની પપ બોટલ સહિત ચાર આરોપીઓને પ૬ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ સંદર્ભે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં હાલ પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે એટલું જ નહીં એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ટી.આર.ભટ્ટ દ્વારા સ્ટાફના માણસોને બાતમીદારોને સક્રિય કરી બુટલેગરો સામે કડક હાથે કામ લેવા માટે સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કોન્સ્ટેબલ ધીરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે પેથાપુર નિલકંઠ વિલા પાસે આવેલા સંજરી એવન્યુમાં મકાન નં.૬માં વિદેશી દારૃ વેચાઈ રહયો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતાં પાર્કિંગમાંથી જ મોહન મનજીભાઈ ગોહિલ રહે.સે-ર૪ ઈન્દિરાનગર, અમિતકુમાર પરસોત્તમ વર્મા રહે.ચ-ટાઈપ સે-ર૯ને બાઈક સાથે ઝડપી પાડયા હતા અને આ પાર્કના પ્રથમ માળેથી સુધીરકુમાર બલજીતસિંહ એલાવત અને સંદીપ ઉર્ફે સોનુ દલબીરસિંહ ચમાર રહે.સંજરી એવન્યુ પેથાપુરને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી વિદેશી દારૃની પપ બોટલ જપ્ત કરવામાં આવી હતી.

આ શખ્સોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે હરીયાણાથી સસ્તો દારૃ લાવતાં હતા અને ત્યારબાદ મોંઘી બ્રાન્ડના લેબલવાળી બોટલમાં આ દારૃ ભરીને વેચતા હતા. પોલીસે કુલ પ૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આ સંદર્ભે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

Post Comments