Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમેદવાર જમણવાર કરે તો થાળી દીઠ રૃા.૫૦નો ભાવ!

- ચૂંટણીમાં ખર્ચ માટે પંચે રકમ નક્કી કરી

- સભામાં ખુરશીના પાંચ રૃપિયા તો ખાદીની ટોપીના ત્રીસ અને ચા-કોફીના પણ આઠ રૃપિયા નિયત થયા

ગાંધીનગર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારો માટે ર૮ લાખ રૃપિયાનો ખર્ચ નિયત કરવામાં આવ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોને કરવાના થતાં ખર્ચ અંગે ભાવ નિયત કરી દેવામાં આવ્યા છે જેથી તેનાથી ઉંચો ભાવ કોઈ ઉમેદવાર ભરી શકશે નહીં. જે માટે સાદી ગુજરાતી થાળીના પ૦ અને મિષ્ઠાન સાથે ૮૦ રૃપિયા નિયત કરવામાં આવ્યા છે. ચા-કોફીના આઠ, નાસ્તાના ર૦ અને દૂધના દસ રૃપિયા નિયત કરવામાં આવ્યા છે. સભામાં ખુરશીના પાંચ, ખાદી ટોપીના ત્રીસ રૃપિયા નક્કી કરવામાં આવ્યા છે.  

આગામી તા.૧૪ ડીસેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારો તા.ર૦મી નવેમ્બરથી પોતાના ઉમેદવારીપત્રો ભરી શકશે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી તેજ બનાવી દેવામાં આવી છે. આ વખતે ઉમેદવારોના ખર્ચની મર્યાદા ૧૬ લાખથી વધારીને ર૮ લાખ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં ઉપયોગ થનાર વિવિધ સાધન સામગ્રીના ભાવ નિયત કરી દેવામાં આવ્યા છે.

આ નિયત થયેલા ભાવોથી ઉંચુ બિલ કોઈ પણ ઉમેદવાર મુકી શકશે નહીં. ચૂંટણી પંચે નિયત કરેલા ભાવ ઉપર નજર કરીએ તો ઉમેદવાર સભામાં વાપરવાની થતી એક ખુરશી પાછળ પાંચ રૃપિયા ખર્ચી શકશે. તો પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ કરે તો તેનું ભાડુ ઓછામાં ઓછું ૧૧ હજાર,જાહેર સભામાં ઉપયોગ થનાર ટયુબલાઈટનું ભાડુ ૧૦.૧૦ રૃપિયા, હેવી ફ્લડ લાઈટના ૩૦૩ રૃપિયા, રીક્ષા અને અન્ય વાહનો ઉપર લગાડવામાં આવતાં લાઉડ સ્પીકરનું રોજનું ૪૦૦ રૃપિયા ભાડુ, કાગળની ઝંડીના ર૦ તો પ્લાસ્ટીકની ઝંડીના ર૦ રૃપિયા, ખાદી ટોપીના ૩૦ રૃપિયા, ખેસના બે રૃપિયા અને પાઘડીના ૧૦૦ રૃપિયા નિયત કરવામાં આવ્યા છે.

તો ઉમેદવાર દ્વારા ચૂંટણીમાં ચા-નાસ્તા અને જમણવાર પણ યોજતા હોય છે ત્યારે તે માટેના ભાવ પણ નિયત કરવામાં આવ્યા છે. ચા-કોફીના આઠ રૃપિયા, નાસ્તાના ર૦ રૃપિયા, દૂધના ૧૦ રૃપિયા અને ગુજરાતી સાદી થાળીના પ૦ અને મિષ્ઠાન સાથેની થાળીના ૮૦ રૃપિયા નિયત કરવામાં આવ્યા છે. પાણીના જગના ૩૦, પાણીની બોટલના પાંચ રૃપિયા નિયત થયા છે. તો ચૂંટણીમાં પ્રચાર માટે ઉપયોગ થનાર વાહનોના કિલોમીટર દીઠ ભાવ પણ નક્કી કર્યા છે જેમાં મીની ટ્રકના ર૧ અને ટ્રકના કિલોમીટરે ૩પ રૃપિયા નક્કી કરવામાં આવ્યા છે. થ્રી વ્હીલર રીક્ષાનું રોજનું ભાડુ ૮૦૦, સાયકલ રીક્ષાનું ભાડુ ૭૦૦ રૃપિયા નિયત કરાયું છે.

ચૂંટણીલક્ષી કોઈપણ ફરિયાદ કંટ્રોલ રૃમમાં કરી શકાશે
ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર જિલ્લાનું ચૂંટણી તંત્ર હાલ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. તા.ર૦ નવેમ્બરથી ઉમેદવારીપત્રો ભરાવાના શરૃ થવાના છે ત્યારે આ કામગીરીને વધુ ઝડપ આપવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં આવતી પાંચ બેઠક ગાંધીનગર  ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, કલોલ અને દહેગામ વિસ્તારમાં ચૂંટણીલક્ષી કોઈપણ ફરીયાદ નાગરિકો કરી શકે તેમજ કયાંય પણ આચારસંહિતાનો ભંગ જણાતો હોય તો તે માટે ફરિયાદ કરવા ખાસ કંટ્રોલ રૃમ ઉભો કરવામાં આવ્યો છે. નાગરિકો આ કંટ્રોલરૃમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૮૨૮ ઉપર ફરિયાદ કરી શકશે.

Post Comments