Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દહેગામમાં પ્રી-મોન્સુનની કામગીરી માત્ર કાગળ ઉપર !

- વરસાદને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે

- નગરપાલિકા તંત્રનો સફાઈ થઈ ગયાનો દાવો પણ ખુલ્લા નાળાં હજુ કચરાથી ખદબદે છે

દહેગામ, તા. 13 જૂન 2018, બુધવાર

વરસાદ પહેલા ખુલ્લી ગટરો અને નાળા સાફ કરી અને વરસાદી પાણીનો નિકાલ થાય સાથે સાથે ગટરો ચોકઅપ હોય તેને ખોલી અને સાફ કરવામાં આવતી હોય છે.

જેથી વરસાદના સમયે ગટરો ઉભરાય નહિ અને ચારેય તરફ પાણી ભરાઇ જવાના પ્રશ્નો ઉદ્ભવે નહીં તે હેતુથી પાણી પહેલા પાળ બાંધવાની પ્રક્રિયા હાથ ધરાય છે.

ચીફ ઓફિસર સતીશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ઉગમણા તળાવમાં આવતી કાંસની સફાઇ શહેરના વોટર વકર્સના વેલ, ભૂગર્ભ ગટરની લાઇન, મેન હોલ તેમજ પાણીના સંપની સફાઇ કરવામાં આવી છે. ચેતના હોટલ પાસેનું ગરનાળું, પુર્ણિમા હાઇસ્કુલ પાસેનું ગરનાળુ અને બીજી ઘણી જગ્યાઓ સાફ કરવામાં આવી છે.

પણ આ જગ્યાએ સ્થળ તપાસ કરતા જોવા મળ્યું કે ગટર હજુ પ્લાસ્ટિકના કચરા અને કાદવથી ખદબદે છે. પુર્ણિમા હાઇસ્કુલ પાસે આવેલી ખુલ્લી ગટરમાં કચરો હજુ પણ યથાવત છે.

દર ચોમાસામાં પુર્ણિમા હાઇસ્કુલના બાળકોને વરસાદમાં પાણી ભરાઇ જાય તો ગટરના પાણીમાં થઇને જવું પડે છે અને ખુલ્લી ગટર હોવાથી દુર્ગંધ અને મચ્છરોનો પણ ત્રાસ થતો હોય છે.

પંકજ સોસાયટી પાછળ આવેલા ખુલ્લા કાંસમાંથી ઉપર જામેલા વેલા દૂર કરી અનેપ્રી-મોન્સુનની કાર્યવાહી થઇ ગઇ છે તેવું મન બનાવીને બેસી ગઇ છે.દહેગામમાં વર્ષોથી પાણીનો કોઇ નિકાલ નથી અને સામાન્ય વરસાદમાં જ પાણીનો ભરચક ભરાવો થઇ જાય છે. તો આ ચોમાસામાં દહેગામ પાલિકાનો પ્લાન કેટલો સફળ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે.

Post Comments