Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોટા ઈસનપુર ગામે લગ્નમાં કન્યા પધરાવતાં પહેલાં જ પોલીસ પહોંચી!

- બે બહેનોના લગ્ન થઈ રહયા હતા જેમાં એક સગીર હોવાની ફરિયાદ ચાઈલ્ડ હેલ્પલાઈનને મળી હતી

ગાંધીનગર,બુધવાર તા. 17 મે 2017
ગાંધીનગર શહેર નજીક આવેલા ઈસનપુર મોટા ગામમાં ગઈકાલે બાળલગ્ન થઈ રહયા હોવાની માહિતી ચાઈલ્ડ હેલ્પલાઈનને મળી હતી. જેના પગલે બાળ સુરક્ષા એકમ, પોલીસ અને હેલ્પલાઈનના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા.જો કે બે બહેનોમાંથી એક બહેન પુખ્ત વયની અને અન્ય નાની હોવાનું જણાયું હતું. જેથી નાની દીકરીના લગ્ન તંત્રએ અટકાવી દીધા હતા અને તેના પરિવારજનો પાસે માફીપત્ર પણ લખાવ્યું હતું.     

સરકારોની સાથે સમાજમાં રહેલી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અવારનવાર બાળલગ્ન અટકાવવા માટે મહેનત કરે છે અને સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરે છે. બાળકીઓની ઉંમર ભણવાની હોય છે ત્યારે તેમને લગ્ન કરાવીને જવાબદારીમાં મુકી દેવી હીતાવહ નથી તેમ છતાં સમાજમાં હજુ બાળલગ્નો અટકતાં નથી. ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલા મોટા ઈસનપુર ગામમાં ગઈકાલે બાળલગ્ન થઈ રહયા હોવાની ફરિયાદ ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈનને મળી હતી. આ ફરિયાદના પગલે બાળ સુરક્ષા એકમ તેમજ પોલીસ મોટા ઈસનપુર ગામે પહોંચી હતી. લગ્ન સમારંભમાં કન્યા પધાવવાના સમયે જ પોલીસ પધારી જતાં પરિવારજનો પણ ઉંચાનીચા થઈ ગયા હતા. જો કે બે દીકરીઓના લગ્ન પૈકી એક પુખ્ત વયની હોવાનું જણાયું હતું જ્યારે બીજી દીકરી ૧૬ વર્ષની હોવાનું માલુમ પડયું હતું. જેના પગલે પોલીસ અને બાળ સુરક્ષા એકમે પરિવારજનોને આ લગ્ન નહીં કરવા માટે તાકીદ કરી હતી અને તેમને નોટિસ પણ આપી હતી.

ઓછા શિક્ષીત એવા આ પરિવાજનોએ તંત્રના અધિકારીઓની આ વાતને પણ સ્વીકારી હતી અને દીકરીના લગ્ન અટકાવી દીધા હતા ત્યારે મોટી દીકરીના લગ્ન કરી વિદાય કરી હતી.

Post Comments