Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લામાંથી બે વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપ્યાં

- મૂલ્યવર્ધિત વેરા અધિનિયમમાં બે વર્ષથી અને પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી પકડાયા

ગાંધીનગર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

ગાંધીનગર જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મૂલ્યવર્ધિત વેરા અધિનિયમના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો હતો તો ગાંધીનગર એલસીબીની ટીમે પણ પ્રોહીબીશનના ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી લીધો છે.

જિલ્લામાં આવેલા પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયા બાદ ઘણા આરોપીઓ વર્ષોથી નાસતાં ફરતા હોય છે ત્યારે પોલીસ દ્વારા તેમને પકડવા માટે દોડધામ કરતી હોય છે ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે સાંતેજ પોલીસ સ્ટેશનના ગુનામાં નોંધાયેલા ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમના ભંગના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી મેહુલ મુકુંદભાઈ મોદીને ઝડપી પાડયો હતો. જ્યારે ગાંધીનગર એલસીબીની ટીમે પણ તાજેતરમાં જ નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં ભાગતા આરોપી લાલજી બચુજી ઠાકોરને કલોલ સીંદબાદ હોટલ પાસેથી ઝડપી પાડયો હતો.

Post Comments