Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોર્ટ સંકુલમાં ટેબલ મુકવાના મુદ્દે બે મહિલા વકિલો વચ્ચે મારામારી

- ગાંધીનગર શહેરના સેક્ટર-૧૧માં આવેલા

- બે વકિલોનો ઝગડો જોવા માટે લોકો ટોળે વળ્યાઃમામલો પોલીસ મથક સુધી પહોંચ્યો

ગાંધીનગર,તા. 12 જૂન 2018, મંગળવાર

ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલા કોર્ટ સંકુલમાં આજે બપોરના સમયે ટેબલ મુકવાના મુદ્દે બે મહિલા વકિલો વચ્ચે બોલાચાલી શરૃ થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી જતા કોર્ટ સંકુલમાં દોડધામ મચી ગઇ હતી. વકિલોએ વચ્ચે પડીને આ મહિલાઓને છોડાવી હતી અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જો કે, હજી સુધી આ સંદર્ભે કોઇ પોલીસ ફરિયાદ નહીં થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર કોર્ટ સંકુલના ગેઇટ નં. બેની સામે આવેલી જગ્યામાં એક મહિલા વકિલનું ટેબલ આવેલું છે. જેમનું અન્ય સ્થળે પણ એક ટેબલ છે જેથી આ મહિલા વકિલે અન્ય એક મહિલા વકિલને બેસવા માટે આ ટેબલ આપ્યું હતું. જો કે,તે મહિલા વકિલે ટેબલ ખસેડીને પોતાનું ટેબલ મુકી દીધું હતું. જેથી આ મામલો બાર એસોસીએસન સુધી પહોંચ્યો હતો અને બાર એસોસીએસન દ્વારા આ મામલાને અનુલક્ષીને કોઇ વકિલોએ ટેબલ બાર લઇ જવા કે અંદર લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

ત્યારે આજે મહિલા વકિલ દ્વારા ફરીથી ટેબલ લાવવામાં આવતા બે મહિલા વકિલો વચ્ચે બોલાચાલી શરૃ થઇ હતી જે મારામારી સુધી પહોંચી હતી. કોર્ટમાં મહિલા વકિલો વચ્ચે મારામારી થતા કોર્ટમાં આવેલા અરજદારો અને વકિલો પણ અચંબામાં પડી ગયા હતા ત્યાર બાદ સિનીયર વકિલોએ વચ્ચે પડીને મહિલા વકિલોને છોડાવ્યા હતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો પરંતુ આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નહીં થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Post Comments