Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંત સરોવરને હવે ગાંધીનગરના વરસાદી પાણીથી ભરવાનો પ્લાન

- જિલ્લા તંત્ર નેવાના પાણી મોભે ચઢાવશે..!!

- ચોમાસા દરમ્યાન ગાંધીનગર સહિત ર૩ આવરાંઓમાંથી બિનજરૃરી વહી જતું પાણી સંત સરોવરમાં ઠાલવવામાં આવશે

ગાંધીનગર,તા. 16 મે 2018, બુધવાર

ગાંધીનગર શહેર નજીક આવેલા સંત સરોવરને આમ તો ઉપરવાસમાંથી આવતાં પાણીથી જ ભરવામાં આવે છે ત્યારે આ ચોમાસા દરમ્યાન ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારનું વહી જતું પાણી સંત સરોવરમાં ઠાલવવાનો એકશન પ્લાન જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી. સંત સરોવરની આસપાસના વિસ્તારને લીલોછમ બનાવવાનું પણ આયોજન હાથ ધરાયું છે. જો કે આ સમગ્ર પ્લાન નેવાના પાણી મોભે ચઢાવવા જેટલો અઘરો સાબિત થાય તેવું લાગી રહયું છે.

ગાંધીનગર શહેર નજીક ૧૫૦ કરોડ રૃપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સંત સરોવરમાં ઉપરવાસમાં આવતાં પાણીના આવરાથી જ ભરવામાં આવે છે. હાલમાં પણ આ સરોવરમાં પાણી છે ત્યારે આ ચોમાસા દરમ્યાન ગાંધીનગરના પાણીથી સંત સરોવરને ભરી દેવાનો એકશન પ્લાન જિલ્લા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને આ માટે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં ગાંધીનગર શહેર અને નદી કાંઠા વિસ્તારોમાં વરસાદી પાણી બિનજરૃરી જગ્યાએ વહી જતું હોય છે આ વરસાદી પાણી આગામી ચોમાસામાં વહી ના જાય અને સીધુ સંત સરોવરમાં જાય તેવું આયોજન તમામ કચેરીઓ એક ટીમ બની કરવાનું છે. સંત સરોવરમાં વિવિધ વિસ્તારોમાંથી પાણી વાળવાની પ્રક્રીયામાં ટેકનીકલ બાબતો અને વૈજ્ઞાાનિક ઢબનો પણ ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું. આસપાસના વિસ્તારોમાંથી પાણી જાય તે દરમ્યાન સંત સરોવરનું પાણી સ્વચ્છ રહે તે બાબત ઉપર પણ ભાર મુકાયો હતો.

આ બેઠકમાં સુજલામ સુફલામ અધિક્ષક ઈજનેર જળસંચયના નોડલ અધિકારી જે.એમ.માયત્રા, ડ્રેનેજ ડીવીઝનના કે.ડી.વાઘેલાએ અદ્યતન ટેકનોલોજીથી તૈયાર કરેલો એકશન પ્લાન રજૂ કરતાં જણાવ્યું હતું કે સંત સરોવરના ર૩ આવરાંઓમાંથી પાણી લાવવામાં આવશે. જેમાં સરિતા ઉદ્યાન અને સંસ્કૃતિ કુંજ બાજુ, રાજભવનની પાછળ, જીઈબી નજીકનો, પેથાપુર ફ્રેન્ચવેલ નજીકનો, પીંપળજ બાસણ, પાલજ વચ્ચેનો, ગાંધીનગર ચિલોડા બ્રિજ નજીકનો, લેકાવાડા ધરમપુર, દોલારાણાવાસણા, ચેખલારાણી, રાજપુર સાદરા સીમાડા અને માધવગઢ સીમાડા જેવા વિવિધ આવરાંઓમાંથી સંત સરોવરમાં પાણી લાવવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર શહેરનું પાણી પણ સંત સરોવરમાં લાવવાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જો કે ગાંધીનગર શહેરનું પાણી સંત સરોવરમાં પહોંચાડવું તે નેવાના પાણી મોભે ચઢાવવા જેટલું અઘરું  સાબિત થશે. એકશન પ્લાનમાં રજુ કરવામાં આવેલા આવરાંઓની સાફસફાઈ તથા નદીમાં પાણી વહેવડાવવાનું કામ ગાંધીનગર કોર્પોરેશન, પેથાપુર નગરપાલિકા, પ્રાંત અધિકારી, તાલુકા પંચાયત, પાટનગર યોજના ભવન દ્વારા કરવામાં આવશે.

સંત સરોવરમાં પાણી ભરાયેલું રહે તો ૧૩ ગામના તળ ઉંચા આવશે
ગાંધીનગર,બુધવાર
ગાંધીનગર શહેર નજીકના સંત સરોવરને વરસાદી પાણીથી ભરવાનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે સુજલામ સુફલામ જળસંચયના નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે સંત સરોવર પાણીથી ભરાયેલું રહે તો સંત સરોવરની નજીક આવેલા ૧૩ જેટલા ગામોના પાણીના તળ ઉંચા આવશે. પાણીના તળ ઉંચા આવવાથી આસપાસના ટયુબવેલની વીજમાંગમાં પણ ઘટાડો થશે. સંત સરોવર ભરાયેલુ ંરહે તો ઉપરવાસના પ૦ ગામને પણ પાણીનો લાભ થાય તેમ છે. સંત સરોવર આસપાસના વિસ્તારને ગ્રીન બનાવવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર, ફોરેસ્ટ વિભાગ, સ્વામિનારાયણ મંદિર અક્ષરધામ અને અન્ય સ્થાનિક સંસ્થાઓની મદદથી વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરાયું છે તેમજ સંત સરોવર આસપાસના વિસ્તારોમાં સફાઈ પણ કરવામાં આવશે.

Post Comments