Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમગ્ર રાજ્યમાં નવી બે હજાર જેટલી એસટી બસો ફાળવાશે

- ગાંધીનગર આરટીઓમાં બે મહિનામાં ૧૩૨ બસોનું રજીસ્ટ્રેશન

- તબક્કાવાર વધુ બસોનું પણ પાસીંગ કરાવાશે

ગાંધીનગર, તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

ગુજરાત એસટી વિભાગ એક બાજુ નિગમનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધતું હોય તેમ પ્રાઇવેટ સંચાલકોને કેટલાક રૃટ ઉપર બસો ફેરવવાની મંજુરી આપવામાં આવી છે તો બીજી બાજું સરકાર દ્વારા વધારાની બસોના કોન્ટ્રાક્ટ આપવામાં આળ્યો છે. જેને લઇને ગાંધીનગર આરટીઓમાં છેલ્લા બે મહિનાથી મીની અને મોટી સરકારી બસો રજીસ્ટ્રેશન માટે લાવવામાં આવે છે. બે મહિનામાં ૧૩૨ બસોનું પાસીંગ કરવામાં આવ્યું છે. જ્યારે આવનારા દિવસોમાં વધુ બસોનું રજીસ્ટ્રેશન કરાવાશે.

સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવા છતા પણ ખાડે ગયેલુ એસ ટી તંત્ર ખોટમાં સુધારો કરી શક્તુ નથી. જો કે, છેલ્લા ઘણા વર્ષોમાં એસટીએ પોતાની ખખડધજ ઇમેજ સુધારી છે અને નવી બસો સારી બસોના સુત્ર સાથે હાલ એસટી નિગમ રાજ્યના ખુણે ખુણે પહોંચતું હોવાનો દાવો કરી રહ્યું છે તે વચ્ચે એક મહિના પહેલા જ રાતોરાત પ્રાઇવેટ સંચાલકોને ખાનગી બસો દોડાવવાની મંજુરી આપીને એસટી તંત્ર ખાનગીતરફ આગળ વધતું હોય તેમ લાગતુ હતું જેનો એસટી કર્મચારી મંડળ સહિત અન્ય સંઘો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બીજીબાજુ એસટી વિભાગ દ્વારા બે હજાર જેટલી નવી બસોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે જેમાં મીની બસોનો પણ સમાવેશ થાય છે ત્યારે આ બસો જરૃરીયાતવાળા તમામ ડેપોમાં ફાળવવામાં આવનાર છે તો જુની અને કન્ડમ થઇ ગયેલી બસોને પાછી ખેંચી લેવામાં આવશે.
વધુ બસો અને નવી બસો મુકવાને કારણે મુસાફરોને સુવિધા સભર મુસાફરીનો લાભ મળી શકશે. તો નિગમને પણ તેનો આર્થિક ફાયદો થશે.

આ તમામ બસોનું ગાંધીનગર આરટીઓમાં ફિટનેસ ટેસ્ટ સહિત વિવિધ પ્રક્રિયા માટે લાવવામાં આવે છે ત્યારે છેલ્લા બે મહિનામાં કુલ ૧૩૨ બસોનું આરટીઓમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જ્યારે આવનારા દિવસોમાં તબક્કાવાર અન્ય બસોનું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા બે કંપનીઓને નવી બસો માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે ત્યારે તેમના દ્વારા બસો જેમ જેમ તૈયાર થાય તેમ તેમ તેના પાસીંગ માટે ગાંધીનગર ડેપો લાવવામાં આવે છે.
 

Post Comments