Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રખિયાલ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને હાલાકી ધારીસણામાં રોગચાળો વકર્યો ઝાડા-ઉલટીના વધુ ૪૦ કેસ

- સમયસર સારવાર નહીં મળતાં ગ્રામજનોનો હોસ્પિટલમાં હોબાળોઃદર્દીને બાંકડા ઉપર જ બાટલા ચઢાવવા પડયા

દહેગામ,11 જૂલાઇ 2018 બુધવાર

દહેગામ તાલુકાના ધારીસણામાં દુષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ગઈકાલે ૯૦ જેટલા કેસ નોંધાયા બાદ આજે આ રોગચાળો વકર્યો છે. ઝાડા ઉલટીના આજે વધુ ૪૦ કેસ નોંધાયા છે. આ તમામ દર્દીઓને નજીકના રખિયાલ આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. ક્ષમતા કરતાં દર્દીઓ વધી જવાના કારણે આરોગ્ય કેન્દ્રની બહાર બાંકડા ઉપર દર્દીને બાટલા ચઢાવવાની નોબત આવી છે તો સમયસર અને યોગ્ય સારવાર નહીં મળવાના કારણે ગ્રામજનોએ હોસ્પિટલમાં જ હોબાળો મચાવ્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું કે અમે દવાખાને પહોંચ્યા ત્યારે ખાલી એક જ બેન હાજર હતા. કોઇ ડોક્ટર હાજર ન હોવાને કારણે દર્દીઓ રજડી પડયા હતા. લોકોએ જણાવ્યું કે સવારે સાત વાગે આવ્યા પછી ૧૦ વાગ્યા સુધી અમરો કોઇએ હાથ ઝાલ્યો ન હતો. હોસ્પિટલ ભરાઇ જતા લોકો બહાર જમીન અને બાકડા પર સુઇ રહ્યા હતા. દર્દીઓને હોસ્પિટલના સફાઇ કર્મચારીઓ દ્વારા બાટલા ચડાવવામાં આવતા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધનો વિડીઓ પણ લોકોએ વાઇરલ કર્યા હતા.

દવાખાનામાં ડોક્ટરો દ્વારા દર્દીઓ સાથે ધક્કા મુક્કી અને ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. જેને લઇ લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. હોસ્ટિપલમાં સ્ટાફની અછત હોવાને લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હોસ્પિટલમાં પાણી ખાલી થઇ જવાને લીધે ઝાડાના દર્દીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

બનાવની જાણ થતાં દહેગામના ધારાસભ્ય પણ રખિયાલ દોડી આવ્યા હતા. દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી અને આજુબાજુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી નર્સો બોલાવવામાં આવી હતી. ખાટલા ખૂટી પડતાં લોકોને નીચે જમીન પર સારવાર આપવામાં આવી હતી. ગાંધીનગરથી આવેલા સી.ડી.એચ.ઓ. પાસે લોકોએ જઇ અને ડોક્ટરોની ઉદ્ધતાઇ મુદ્દે રજૂઆતો કરી હતી. રખિયાલ સી.એચ.સી.થી પાંચ દર્દીઓને ગાંધીનગર પણ રિફર કરાયા છે. રખિયાલના સરપંચએ માનવતા દાખવી અને બધા જ દર્દીઓ માટે ફળ અને લીંબુ શરબતનું વિતરણ કર્યું હતું.

ધારીસણાં ગામમાં સી.ડી.એચ.ઓ. દ્વારા સર્વે હાથ ધરાયો હતો અને પાણીના બધા જ સ્ત્રોતોનીત પાસ કરવામાં આવી હતી. ગામની અંદર ગ્રાઉન્ડ ટેન્કની તપાસ કરતા તેમાં ગંદુ પાણી હોવાને કારણે ટાંકાને સાફ કરવા માટે પણ સરપંચને આદેશ કરાયો હતો.

ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, ગામમાં પાણી માટે નર્મદાની જે લાઇન આવે છે તેમાં ગામની બહાર લીકેજ છે. તે પાણીનો જયાં ભરાવો થાય છે. ત્યાં ભેંસો પાણી પીવે છે અને નહાય છે અને લોકો કુદરતી હાજતે જઇ અને હાથ પગ પણ ધોવે છે. જ્યારે નર્મદામાંથી પાણી બંધ કરવામાં આવે છે. ત્યારે પાણી સુકાઇ જાય છે ને તે પાણી જમીનમાં ચૂસાઇ જાય છે. સિમેન્ટની પાઇપ હોવાને કારણે તેમાં પણ પાણી શોષાઇ જતું હોય છે અને આ પાણીથી રોગચાળો થાય છે આ જગ્યાનું સ્થળ નિરીક્ષણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
છેલ્લા બે દિવસથી નોંધાતા ઝાડા ઉલટીના કેસોનું મૂળ કારણ હજી સુધી જાણવા નથી મળ્યું ગામમાં લોકો માટે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૃપે પાણીના ટેન્કરો મંગાવવામાં આવ્યા છે. મૂળ મુદ્દાની તપાસ અર્થે હજુ પણ અધિકારીઓ દોડ ધામ કરી રહ્યાં છે.

Post Comments