Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લામાં ગરમીએ ૧૪૬થી વધુ વ્યક્તિઓને ચક્કર લાવી દીધા!

- ઉનાળાના પ૦ દિવસમાં ૭૫૩ નાગરિક પ્રભાવિત

- ગાંધીનગરમાં આકરી ગરમીથી ૧૫૪ મુર્છીત થઇ ગયા ૧૦૨ ઢળી પડયાં તેમજ ૮૪ ડીહાઇડ્રેશનનો શિકાર બન્યા

ગાંધીનગર, તા. 16 મે 2018, બુધવાર

સમગ્ર રાજ્યમા અંગ દઝાડતી ગરમીએ આમ નાગરીકોને ત્રાહીમામ કરી દીધા છે. ગરમીએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા જનજીવન બેબાકળુ બની ગયું છે. ગાંધીનગર જિલ્લામાં આગ ઓકતી ગરમીના લીધે ઉનાળાના ખરા દિવસો શરુ થયા ત્યારથી છેલ્લા ૫૦ દિવસમાં ૭૫૩ નાગરિકો વિશેષરૃપે પ્રભાવિત થયા છે. જેમાં ૧૫૪વ્યક્તિ ગરમીથી બેભાન થયા હોવાનું ધ્યાને આવ્યું છે.તો ગરમીએ ૧૪૬ વ્યક્તિઓને ચક્રરાવે ચઢાવી દેતા તેમને સારવાર આપવી પડી હતી.એટલુ જ નહીં, ગરમીથી ૧૦૨ વ્યક્તિઓ ઢળી પડયાના બનાવો નોંધાયા છે જ્યારે ૮૪ ડીહાઇડ્રેશનનો ભોગ બન્યા છે.

આ વખતે સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગરમાં પણ ગરમીના પારાની ચઢ ઉતર વચ્ચે ઉનાળાએ આક્રમક સ્વરૃપ ધારણ કર્યું છે. અંગ દઝાડતી ગરમીએ સૌને બે બાકળા કરી દીધા છે. ગરમીની અસરથી સામાન્ય જનના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.આક્રમક ગરમીના લીધે નાગરિકોની તબિયત લથડી રહી છે. દિવસના ફૂંકાતી ગરમ લૂંના લીધે લોકો ડીહાઇડ્રેશન, છાંતીમાં દુખાવો બેભાન થઇ જવું જેવી શારિરીક તકલીફો અનુભવી રહ્યા છે. ૧૦૮ ઇમરજન્સી સેવા, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાંથી મળતી માહિતી પ્રમાણે,ેજિલ્લામાં આકરી ગરમીના લીધે ૩૧ ને બી.પી, હાયપરટેન્શન ની તકલીફ થઇ છે. આ ઉપરાંત ૬૪ વ્યક્તિઓ છાતીના દુખાવાના ભોગ બન્યા છે. ૭  વ્યક્તિને કાન નાક ગળામાંથી લોહી નીકળવાની તકલીફ થઇ છે.

૧૫૪  વ્યક્તિઓ આકરી ગરમીના લીધે બેભાન થઇ ગયા હતાં. જ્યારે ૧૦૨ ને ડીહાઇડ્રેશનની તકલીફ થઇ છે. આ ઉપરાંત ફક્ત ગરમીની અસરથી ઝાડા-ઉલ્ટી થયા હોય તેવા ૭૭ કેસ ધ્યાને આવ્યા છે ઉપરાંત ૧૪૬ વક્તિઓને ગરમીને કારણે ચક્કર આવતા હોવનું પણ નોંધાયું છે જેના કારણે આવા દર્દીઓને સારવાર આપવી પડી છે. દિનપ્રતિદિન ગરમીનો પારો ઊંચો ચઢતો જાય છે. ત્યારે આકરી ગરમીમાં ખુલ્લામા ફરતા શ્રમજીવીઓની હાલત પણ કફોડી બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં સખ્ત ગરમીમાં સીધો તડકો નહી લેવા માટે તેમજ ગરમીમાં સુતરાઉ લાંબા અને આંખી બાયના કપડા પહેરવા માટે તબીબોએ સલાહ આપી છે. તેમજ મોઢાથી પ્રવાહી વધુમાં વધુ પ્રમાણમાં લેવું જોઇએ. ગરમીની સહેજ પણ શરીરમાં દેખાય તો ૧૦૮ની મદદ લેવી જોઇએ તેમજ નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ આવી સિઝનમાં બીનજરૃરી બહાર જવુ ટાળવુ જોઇએ તથા બહારનો ખોરાક પણ નહીં ખાવાની ડોક્ટરોએ સલાહ આપી છે.

Post Comments