Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓએ ધરણાં કરી વિરોધ પ્રગટ કર્યો

- પગાર ધોરણ સહિત એનજીઓને રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

ગાંધીનગર, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગ સાથે રજૂઆતો કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા આંખ આડા કાન કરીને આ કર્મચારીઓને મળવાપાત્ર લાભોથી વંચિત રાખતા રોષે ભરાયેલા કર્મચારીઓ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીએ એકઠા થયાં હતાં અને ધરણાં કરી વિરોધ પ્રગટ કર્યો હતો ત્યારબાદ પડતર માંગણીઓ અંગે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું.

સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત વર્ષો અગાઉ વિવિધ કેટેગરીના કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને તેમને માનદ્ વેતન પણ ચૂકવવામાં આવતું પરંતુ સમય બદલાતાં વેતનમાં વધારો નહીં થતાં કર્મચારીઓની હાલત પણ કફોડી બની હતી અને સરકાર દ્વારા એનજીઓ દાખલ કરવામાં આવતાં કર્મચારીઓમાં રોષ ઉભો થયો છે.

પગાર વધારો અને એન.જી.ઓ રદ કરવાની માંગ સાથે છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી નિરાકરણ નહીં આવતાં રોષે ભરાયેલાં કર્મચારીઓએ ભોજનમાં આપવામાં આવતું મેનુ પ્રમાણે અલગથી જથ્થો તેમજ પેશગી આપવામાં આવે ઉપરાંત નવા મેનુનો અમલ થવાથી કામના કલાકોમાં પણ વધારો થયો છે. આમ આ કર્મચારીઓને સમાન કામ સમાન વેતન મુજબ પગાર આપવામાં આવતો નથી જ્યારે વર્ષ ૨૦૦૫ થી એનજીઓને સરકાર દ્વારા સંચાલન સોંપવામાં આવ્યું છે

જેના પગલે કર્મચારીઓની રોજગારી પણ છીનવાઇ ગઇ છે જેથી આ ત્રણ માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય હકારાત્મક નિર્ણય લેવામાં આવે તે માટે અવાર નવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતાં રોષે ભરાયેલાં મધ્યાહ્ન ભોજનના કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના ધરણાં કર્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં આ યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રોષ પ્રગટ કર્યો હતો અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું.

Post Comments