Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસના કાર્યાલય ઉપર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

- આજે વડાપ્રધાનની હાજરીના પગલે

- કોંગ્રેસના કાર્યકરોને કાર્યાલયમાં જ પોલીસ નજરકેદ કરી લેશેઃઘર્ષણ થવાની શક્યતા

ગાંધીનગર,બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017
ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ મહાત્મા મંદિર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે ત્યારે રોડ નં.પ ઉપર જ કોંગ્રેસનું કાર્યાલય આવેલું હોવાથી અત્યારથી જ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે કચેરીમાં જ કોંગ્રેસના કાર્યકરો આગેવાનોને પોલીસ નજરકેદ કરી લેશે જેથી કોંગ્રેસના કાર્યકરો કોઈ કાર્યક્રમ આપી શકશે નહીં. જો કે દર વખતની જેમ આ વખતે પણ પોલીસ સાથે ઘર્ષણ થવાની પૂરેપૂરી શકયતા જોવાઈ રહી છે.

દેશના વડાપ્રધાન આજે ગાંધીનગર આવી ચુકયા છે ત્યારે રાત્રીરોકાણ કરી આવતીકાલે સવારે અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમની સાથે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે પણ હાજ રહેવાના છે. કોંગ્રેસ દ્વારા દેશની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી વડાપ્રધાનનો વિરોધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે રોડ નં. પ ઉપર જ જિલ્લા કોંગ્રેસનું કાર્યાલય આવેલું હોવાથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે ગત વખતની વડાપ્રધાનની ગાંધીનગર મુલાકાત વખતે કોંગ્રેસ દ્વારા દેખાવ વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવતાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને રોડ નં.પ ના કાર્યાલય ઉપર જ નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. વિરોધ કરવા જતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બની ચુકયા છે. ત્યારે પોલીસ આ વખતે કોઈ જ કચાશ રાખવા માંગતી નથી કોંગ્રેસના કાર્યાલયમાં જ કાર્યકરો અને આગેવાનોને સવારથી નજરકેદ કરી લેશે. જેથી કોઈ વિરોધ દેખાવ યોજી શકે નહીં. જેથી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે એટલંું જનહીં આ વખતે કોંગ્રેસ દ્વારા જીએસટીના મુદ્દા, નોટબંધી નિષ્ફળ જવાને લઈ વડાપ્રધાન સામે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની પણ તૈયારી શરૃ કરવામાં આવી છે જે અંગે કોંગ્રેસના કાર્યકરોને આવતીકાલે બપોરે જ  જાણ કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.

Post Comments