Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વંધ્યત્વ નિવારણ કેન્દ્ર નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ બન્યું

- જિલ્લામાં એક માત્ર સે-૭ના આયુર્વેદ દવાખાનામાં ચાલતું

ગાંધીનગર,બુધવાર તા. 17 મે 2017
લગ્ન જીવન ઘણા વર્ષો બાદ પણ શેર માટીની ખોટ પુરી નહીં થતાં ઘણા દંપતિઓ નાસીપાસ થઇ જતાં હોય છે ત્યારે આર્યુવેદ  પદ્ધતિથી નિઃસંતાન દંપતિઓને આશાનું કિરણ પ્રાપ્ત થઇ શકે તે માટે જિલ્લામાં સેક્ટર-૭ના આયુર્વેદિક દવાખાનામાં ખાસ વંધ્યત્વ નિવારણની ઓપીડી શરૃ કરવામાં આવી છે. જેમાં યોગ અને અન્ય પદ્ધતિઓ દ્વારા દંપતિઓને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો શહેર અને જિલ્લાના નિઃસંતાન દંપતિઓ ઉત્સાહભેર લાભ લઇ રહ્યાં અને ઘણાને તેનો ફાયદો પણ થઇ રહ્યો છે. ઓપીડી શરૃ થયાં બાદ માર્ગદર્શન અને સારવાર લીધેલાં  નિઃસંતાન દંપતિઓ હાલમાં સંતાનના માતા પિતા બનીને ખુશી પણ મેળવી રહ્યાં છે.

યોગ અને આયુવેદિક પદ્ધતિથી સારવાર આપીને નિઃસંતાન દંપતિઓને માર્ગદર્શન આપવામાં આવે છે
નિઃસંતાન દંપતિઓ લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ પણ બાળકના જન્મ થવાની રાહ જોઇ રહ્યાં હોય છે પરંતુ એક યા બીજી રીતે તેમાં રૃકાવટ આવતી હોય છે ત્યારે ઘણા દંપતિઓ લાખો રૃપિયાનો ખર્ચ કરીને સારવારો પણ બાળક મેળવવા માટે કરાવતાં હોય છે. લગ્ન જીવનના ઘણા વર્ષો પછી પણ શેર માટીની ખોટ પુર્ણ નહીં થતાં ઘણા દંપતિઓ નાસીપાસ થતાં હોય છે ત્યારે આવા દંપતિઓને એક આશાનું કિરણ આયુર્વેદિક પદ્ધતિથી મળી શકે તેના ભાગરૃપે ગાંધીનગર શહેરના સેક્ટર-૭ ખાતે આવેલાં આયુર્વેદિક દવાખાનામાં વંધ્યત્વ નિવારણની ઓપીડી શરૃ કરવામાં આવી છે.

દર ગુરુવારે ચલાવવામાં આવતી આ ઓપીડીમાં નિઃસંતાન દંપતિઓને બાળક બાબતે આયુર્વેદિક પદ્ધતિથી માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે શહેરના સેક્ટર-૪ ખાતે વસવાટ કરતાં દંપતિ રવિન્દ્રકુમાર કિર્તીભાઇ નાયી અને મિનાક્ષીબેન નાયી લગ્નના ઘણા વર્ષો પછી સંતાન પ્રાપ્તી માટે વિવિધ સારવાર કરાવી રહ્યાં હતા પરંતુ પરિણામ મળતું ન હતું ત્યારે તેમણે આ ઓપીડીની મુલાકાત લઇને સારવાર શરૃ કરી હતી. જેના ભાગરૃપે તેમના ત્યાં  દિકરીનો જન્મ થયો હતો. તો સેક્ટર-૪ના અન્ય એક દંપતિ હેમંતકુમાર બાબુભાઇ નાયી અને મનિષાબેન નાયીને પણ લગ્ન જીવનના ઘણા વર્ષો સુધી બાળક નહીં થતાં તેમણે વંધ્યત્વ નિવારણ ઓપીડીમાં સારવાર શરૃ કરી હતી અને તેમને પણ પરિણામ સ્વરૃપે ભગવાને દિકરી આપી હતી. ત્યારે આયુર્વેદ દવાખાનામાં ડો.મમતાબેન દેસાઇ દ્વારા સારવાર અર્થે આવતાં નિઃસંતાન દંપતિઓની શરીરની પ્રકૃતિ પ્રમાણે ઉપચાર શરૃ કરવામાં આવે છે તો સાથે સાથે યોગ અને અન્ય આયુર્વેદ પદ્ધતિનો ઉપયોગ કરીને આવા નિઃસંતાન દંપતિઓને માર્ગદર્શનની સાથે સાથે જરૃરી સારવાર આપવામાં આવે છે. હાલમાં શહેર અને જિલ્લાના ઘણા નિઃસંતાન દંપતિઓ આ કેન્દ્રની મુલાકાત લઇને ખુશી પ્રાપ્ત કરી રહ્યાં છે.

Post Comments